દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર! ગુજરાતની આ હોસ્પિટલમાં 66માંથી 33 ડોકટરોની જગ્યા ખાલી

ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણાં પર ઉતર્યા છે.

દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર! ગુજરાતની આ હોસ્પિટલમાં 66માંથી 33 ડોકટરોની જગ્યા ખાલી

દિનેશ ચંદ્રવાડીયા/ધોરાજી: ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની ખાલી જગ્યાને લઈ કોગ્રેસ અને ભાજપ સામસામે છે. વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામસામે આવી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે, હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય, તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોય ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધારણા પર બેઠા છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી 4 મેડિકલ ઓફીસરની જગ્યામાંથી ત્રણ જગ્યા ખાલી છે. આજે લલિત વસોયા ડોક્ટરની ઘટને લઇ ધરણા પર ઉતર્યા છે. આ હોસ્પિટલમાં ત્રણ મેડિકલ ઓફિસર, MD, MS ઓર્થોપેડીક, પિડીયાટ્રિક, ENT, આંખ સ્પેશિયલ, રેડિયોલોજિસ્ટ. સહીત 66માંથી 38 જગ્યાઓ ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણાં પર ઉતર્યા છે.

ધોરાજીના અને આસપાસના દાતાશ્રીઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય બિલ્ડિંગ સુવિધા યુક્ત બનાવી છે અને લાખોની કિંમતના કિંમતી મેડિકલ સાધનો અને ઓપરેશન થિયેટર પણ બનાવ્યા છે પરંતુ આવી સુવિધા સભર ભવ્ય હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાર સારવાર લેવા મજબૂર થવું પડે છે.બીજી તરફ ડોક્ટરની ઘટને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ખોટો જસ ખાટવા આંદોલન આંદોલન કરે છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું મહેન્દ્ર પાડલીયા એ જણાવ્યુ, તેમણે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ રજુઆત કરવામાં આવી હોવાનું પણ કહ્યું.

ક્લાસ વન ઓફિસરની જે 9 જગ્યા છે તે પૈકી 4 નિયમિત વર્ગની છે. અને બાકીની પાંચ જગ્યાઓ પર CM સેતુ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો આવે છે. જ્યારે કાયમી ડોક્ટર મળશે ત્યારે તેની પણ નિયમિત નિમણુંક કરવામાં આવે છે.કલાસ 2 માં 4 જગ્યાઓ ખાલી છે તે પૈકી એક જગ્યા નિમયિત ભરેલી છે જ્યારે બાકીની બે જગ્યાઓ પર પ્રતિ નિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે, અને એક જગ્યા ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં 4 મેડિકલ ઓફિસર પૈકી માત્ર 1 જ મેડિકલ ઓફિસર છે. સરકારી હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર મામલે સરકારી બાબુઓ ઢાંક પીછોડો કરે છે. તેમજ સરકાર દ્વારા કોઈ જાતની કાર્યવાહી થતી ન હોવાનો ધોરાજીના પૂર્વ કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ધરણા  સાથે આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોક્ટરી વિભાગોને લઈ સંકળાશ પડી રહી છે. જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડીંગ પાડી ત્યાં નવું બિલ્ડીંગ બનાવી વધારાની સુવિધા ઉભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જુનુ બિલ્ડીંગ તોડવા કોન્ટ્રાક્ટ અપાયેલો હતો, જે બિલ્ડીંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ઘાલમેલ થયો નો આક્ષેપ પણ કર્યો હતો.

 મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના જુના બિલ્ડિંગ તોડવામાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. જેમાં ખાસ કરીને રાજાશાહી સમયમાં બનેલા બિલ્ડીંગમાં ખૂબ જ કીંમતી બર્માટીક લાકડું વપરાયું હતું એ અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું લાકડું ક્યાંક સગે વગે વગેરે કરી દેવામાં આવ્યું છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે. જેમાં સરકારી અધિકારીઓની સાથે ધારાસભ્ય તરીકે હું પણ સમિતિનો સદસ્ય હતો. હોસ્પિટલ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું મારી જાણ સમક્ષ આવતા જે તે સમયે મેં પોતે રોગી કલ્યાણ સમિતિ તરફથી સંબંધિત અને જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ઉચ્ચકક્ષાએ પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વિધાનસભા ગૃહમાં પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નક્કર પગલા હજુ સુધી ભરાયા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news