ગુજરાત ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની કરાઈ પસંદગી

આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એન્યુલ જનરલ મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન નવા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની કરાઈ પસંદગી

અમદાવાદ: આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એન્યુલ જનરલ મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન નવા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ, જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ખજાનચી તરીકે ભરત ઝવેરીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હજી પ્રેસિડેન્ટની જાહેરાત બાકી છે.

— Parimal Nathwani (@mpparimal) September 28, 2019

ઉલ્લેખનીય છે કે, જૂની ટર્મના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વિટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કામિટીના નિયમ અનુસાર વાઇસ પ્રેસિડેન્ટ પદને છોડી રહ્યાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news