ધંધુકા ફાયરિંગ મર્ડર કેસમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન S.P સ્વામીનું મહત્ત્વપૂર્ણ નિવેદન
અમદાવાદ જિલ્લાના ધંધૂકા (dhandhuka) માં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયૂબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે.
Trending Photos
ઝી ન્યૂઝ/બોટાદ: અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ વીથ મર્ડર કેસમાં કિશન ભરવાડની હત્યા મામલે રાજ્યભરમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે આ મુદ્દે હવે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જણાવ્યું છે કે કિશન ભરવાડની જે હત્યા કરવામાં આવી તેને સખ્ત શબ્દોમાં વખોડું છું. હત્યાના તાર પાકિસ્તાન સુધી નીકળ્યા છે તે ખુબજ દુઃખદ બાબત છે. હિંદુસ્તાનમાં રહેતા હિંદુ મુસ્લિમની એકતા તોડવા માટે પાકિસ્તાન પહેલેથી જ પ્રયત્ન કરી રહ્યું છે. ધર્મ ગુરુ તરીકે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરી તાત્કાલિક નવો કાયદો બનાવી આવા લોકોને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને એસપી સ્વામીએ અભિનંદન આપ્યા હતા.
કિશન ભરવાડના આરોપીઓ સામે UAPA એક્ટ લગાવાશે
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસનુ કનેક્શન પાકિસ્તાની સંગઠન સાથે ખૂલ્યુ છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા (dhandhuka) માં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયૂબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી સામે UAPA એક્ટ લગાવવામાં આવશે. આખરે શુ આ UAPA એક્ટ તે જાણીએ.
ફાયરિંગ કરનારા અને મૌલવી સામે UAPA એક્ટ લાગશે. હત્યા કેસમાં સંડોવાયેલ સામે અનલોફૂલ એક્ટિવિટી એક્ટ લગાવવામાં આવશે. UAPA એક્ટના નામથી જ ખૂંખાર ગુનેગારો થરથર કાંપે છે. આ કાયદા હેઠળ તપાસના આધારે આતંકી ઘોષિત કરી શકાય છે. ગેરકાયદાકીય ગતિવિધીઓ સામે UAPA એક્ટ લાગૂ કરાય છે. હિંસા ભડકાવવાની સ્થિતિમાં પણ UAPA એક્ટ લાગૂ થાય છે. આ એક્ટ અંતર્ગત આતંકી ગતિવિધીમાં સામેલ લોકો સામે પગલા લેવાય છે. આતંકી ગતિવિધિને વધારતા આરોપી સામે પણ UAPA એક્ટ લાગે છે. આ એક્ટ હેઠળ સંગઠનને પણ આતંકી સંગઠન જાહેર કરી શકાય છે. આ એક્ટ હેઠળ આતંકી ઘોષિત કરવા આતંકી સંબંધ દર્શાવવો જરૂરી નથી. UAPA લાગૂ થાય તો આરોપીને આગોતરા જામીન ન મળે.
ધંધૂકા હત્યા કેસમાં પાકિસ્તાની સંગઠન હત્યા માટે જવાબદાર
ધંધૂકામાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્યુ છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે.
ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કેસના તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા છે. આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર છે. આ સંગઠન પહેલા તહેરિક-એ-ફરૌખે-ઇસ્લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે