ચાંદ વાલા મુખડા લેકે.. ધાબ પર ચડ્યા દેવ પગલી, કોરોનાને લઇને કરી આ અપીલ
ગુજરાતી પ્રખ્યાત ગાયક કલાકાર દેવ પગલી એ ઉત્તરાયણ નિમિત્તે ઝી 24 કલાક સાથે ખાસ વાતચિત કરી હતી. તેમાં તમને તાજેતરમાં હીટ ગયેલ સોન્ગ ચાંદ વાલા મુખડા લેકે ગાયું હતું અને ત્યાર બાદ ઉતરાણયમાં કોરોનાની ગાઈડ લાઈન પાલન કરવા અને સેઇફ રીતે ઉત્તરાયણ ઉજવવા અપીલ કરી હતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: આજે રાજ્યભરમાં ઉત્તરાયણ (uttarayan) પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ ચાલી રહ્યું છે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધાબા પર લોકો એકઠા થઈ રહ્યા છે. જોકે, અગાઉની જેમ વહેલી સવારે અગાશી પર વધુ લોકો જોવા મળ્યા હતા.
કાતિલ ઠંડીને લીધે પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો. આકાશમાં માત્ર ગણતરીના જ પતંગો ઉડી રહ્યા છે. પરંતુ બપોર પછી પવન પણ ધીમો પડતાં લોકો ધાબે ચડેલા નજરે પડી રહ્યા છે. ત્યારે ગુજરાતી પ્રખ્યાત ગાયક કલાકાર દેવ પગલી એ ઉત્તરાયણ નિમિત્તે ઝી 24 કલાક સાથે ખાસ વાતચિત કરી હતી. તેમાં તમને તાજેતરમાં હીટ ગયેલ સોન્ગ ચાંદ વાલા મુખડા લેકે ગાયું હતું અને ત્યાર બાદ ઉતરાણયમાં કોરોનાની ગાઈડ લાઈન પાલન કરવા અને સેઇફ રીતે ઉત્તરાયણ ઉજવવા અપીલ કરી હતી.
હવામાન વિભાગે કહ્યું છે કે 10થી 15 KMPH પવન રહેશે. ઠંડી થોડી ઘટશે, જે બાદ પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. ઝી 24 કલાક આજે દિવસભર આપને ઉત્તરાયણની ઉજવણી બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે