AAP ના નેતાઓ પર થયેલા હુમલા વિશે નીતિન પટેલે શું કહ્યું....

AAP ના નેતાઓ પર થયેલા હુમલા વિશે નીતિન પટેલે શું કહ્યું....
  • આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે વાત કરી આડકતરી રીતે આપ પર પ્રહાર પણ કર્યાં
  • અમદાવાદમાં 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

બ્રિજેશ દોશી/અમદાવાદ :આપ (AAP) ના નેતાઓ પર થયેલા હુમલા વિશે એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યુ કે, દરેક રાજકીય પક્ષ રેલી કરે ત્યારે કાળા વાવટા ફરકાવે એ બધાએ જોયું છે. અમારી સામે પણ નજીકના ભૂતકાળમાં આ લોકો કે આવા વિરોધીએ વિરોધ નોંધાવ્યો હતો. અમે શાંતિપૂર્વક સામનો કર્યો હતો, કોઈ વિરોધ દર્શાવે તો શાંતિથી કરવા દેવો જોઈએ. તોફાની તત્વો કે જેમને પહેલા તોફાનો કર્યા છે, અમારા નેતા પર ચપ્પલ ફેંકી છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરી છે. તેમને હવે એનો સામનો થયો છે પણ તે યોગ્ય નથી. અમે કોઈ પણ પ્રકારની હિંસાને ઉત્તેજન કે સમર્થન આપતા નથી.

આપ પર હુમલા અંગે નીતિન પટેલનું નિવેદન
અમદાવાદમાં 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, ગુલબાઈ ટેકરા, મેમનગરમાં નિર્મિત બહુમાળી આવાસોનું લોકાર્પણ આજે લોકાર્પણ કરાયું, જેમને 152 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવે છે. આ પ્રસંગે આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે વાત કરી આડકતરી રીતે આપ પર પ્રહાર પણ કર્યાં હતા. તેમણે કહ્યુ કે, મને પણ મીડિયાથી આ બનાવની ખબર પડી. મને મળેલી માહિતી પ્રમાણે સોમનાથ વેરાવળમાં આપના નેતાઓનો વિરોધ બ્રહ્મ સમાજે કર્યો હતો. તેમના નેતાની ભૂતકાળમાં હિન્દૂ સમાજ સામેની ટિપ્પણી હતી. તેનો એ સમયે વિરોધ કરાયો હતો. એમને દર્શન કરતા અટકાવ્યા હતા, જે મીડિયામાં પણ આવ્યું હતું. આપના એ નેતાએ સાધુ સંતોના અપમાન બદલ માફી માંગી હતી. એટલે એ પ્રકરણ ત્યાં જ પૂર્ણ થયું હતું. પણ ગઈકાલે આ લોકો પ્રવાસમાં નીકળ્યા હતા. વિસાવદરના બ્રહ્મ સમાજ અને કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. 

રસ્તાઓ બનાવવામાં ગુજરાત મોખરે છે - નાયબ મુખ્યમંત્રી 
વિકાસ કાર્યો વિશે તેમણે કહ્યુ કે, રાજ્યમાં 1 લાખ કિલોમીટર જેટલા રસ્તાઓનું નેટવર્ક છે. રાજ્યના તમામ ગામોને પાકા રસ્તાઓ સાથે જોડવામાં આવ્યા હતા. ગામડાના રસ્તાઓ કે જ્યાં અવરજવર વધુ હોય તે જગ્યાએ એ રસ્તાઓને પહોળા કરવાનું કામ કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષોથી 75 ટકા ગામોને પાઈપલાઈન દ્વારા પાણી આપ્યું છે. રસ્તાઓ બનાવવામાં ગુજરાત મોખરે છે. પીવાનું પાણી પહોંચાડવામાં પણ ગુજરાત મોખરે રહ્યું છે. રાજ્યમાં લોકને વીજળી મળી રહી છે. રાજ્યના વિકાસની સાથે કર્મચારીઓની પણ ચિંતા કરીએ છીએ. ક્વાર્ટર્સ માટે દરરોજ અરજીઓ આવતી હતી. રાજ્યના વિકાસની સાથે કર્મચારીઓની પણ ચિંતા કરીએ છીએ. ક્વાર્ટર્સ માટે દરરોજ અરજીઓ આવતી હતી. 1960 બાદ ધીમે ધીમે મકાન બનાવવાની શરૂઆત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news