ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર, 3 હજારથી વધુ લોકોના મૃત્યુ

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અપડેટ પ્રમાણે, હવે ભારતમાં કુલ કન્ફર્મ મામલાની સંખ્યા 1 લાખ 1 હજાર 139 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 3 હજાર 163 થઈ ગયો છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર, 3 હજારથી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો એક લાખને પાર કરી ગયો છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અપડેટ પ્રમાણે, હવે ભારતમાં કુલ કન્ફર્મ મામલાની સંખ્યા 1 લાખ 1 હજાર 139 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 3 હજાર 163 થઈ ગયો છે. રાહતની વાત છે કે અત્યાર સુધી 39 હજાર 174 લોકો સાજા પણ થઈ ગયા છે. 

હાલ દેશમાં 58 હજાર 802 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર સૌથી વધુ છે. અહીં દર્દીઓની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. મૃત્યુ પામનારનો આંકડો 1249 થઈ ગયો છે. તો ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 12 હજારને નજીક પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુઆંકની સંખ્યા 694 છે. 

તમિલનાડુમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધી અહીં 11 હજાર 760 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં 81 લોકોના મૃત્યુ થયા છે. તો દિલ્હીમાં કોરોના પીડિતોનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. મંત્રાલયના અપડેટ પ્રમાણે દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 10 હજાર 54 છે. જેમાં 168 લોકોના મૃત્યુ થયા છે. 

તો રાજસ્થાનમાં અત્યાર સુધી 5 હજાર 507 કન્ફર્મ કેસ સામે આવ્યા છે, જેમાં 138 લોકોના મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 5 હજાર 236 મામલા સામે આવી ચુક્યા છે. જેમાં 252 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. અહીં સંક્રમિતોની સંખ્યા 4605 થઈ ગઈ છે, જેમાં 118 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news