19 મેના સમાચાર 0 News

મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.
May 19,2020, 13:54 PM IST

Trending news