રાજકોટ મહાનગરપાલિકાના યસ બેંકમાં અટકેલા કરોડો રૂપિયા અંગે શું કહ્યું નીતિન પટેલે....?

જન ઔષધી દિવસ (Jan Aushadhi Yojana) નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં જેનેરિક દવાઓના વપરાશ વિશે માહિતી આપી હતી. ત્યારે હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાતા યશ બેંકના ડૂબાણ (#YesBankCollapse) અંગે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે...

રાજકોટ મહાનગરપાલિકાના યસ બેંકમાં અટકેલા કરોડો રૂપિયા અંગે શું કહ્યું નીતિન પટેલે....?

ઝી મીડિયા/બ્યૂરો :જન ઔષધી દિવસ (Jan Aushadhi Yojana) નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં જેનેરિક દવાઓના વપરાશ વિશે માહિતી આપી હતી. ત્યારે હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાતા યસ બેંકના ડૂબાણ (#YesBankCollapse) અંગે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગઈકાલે રિઝર્વ બેંક દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, અને દર મહિને યસ બેંક (yes bank) ના ખાતા ધારકો અને ડિપોઝીટરને 50 હજાર ઉપાડવાની છૂટ આપી છે. રિઝર્વ બેંક હાલ યશ બેંકનો કન્ટ્રોલ લઈ ચૂકી છે. આ મામલે વહીવટદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. જૂનુ બોર્ડ વિખેરી દેવામાં આવ્યું છે. ગઈકાલે નાણામંત્રીએ પણ જે નિવેદન કર્યું કે ડિપોઝીટરને તેના નાણાની ચિંતા કરવાની જરૂર છે, 50 હજારની વ્યવસ્થા તેઓના કહેવા પ્રમાણે ટેમ્પરરી છે. કોઈ સારી બેંક તેમાં મર્જર કરે કે કોઈ અન્ય રોકાણકાર તેમાં જોડાય સ્ટેટ બેંક પણ તેમાં મર્જ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ બધુ જ ભારત સરકાર અને રિઝર્વ બેંક ઝડપી કરી રહી છે. વિશ્વાસ રાખો કે, નાણાં મળી જશે તે નક્કી છે. પણ કોઈ સારી બેંક સાથે મર્જર થાય તો વહેલીતરકે પ્રશ્નોનો નિકાલ થશે.

આ ઉપરાંત ગુજરાતમાં કઈ રકમ યસ બેંકમાં ફસાઈ છે તે અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગઈકાલે જેવા અમને સમાચાર મળ્યા ત્યારે રાજ્યના નાણાંમત્રી તરીકે મેં માહિતી મંગાવી હતી. ગુજરાત સરકારનું કોઈ રોકાણ આ બેંકમાં નથી. પરંતુ અમને મળેલી માહિતી મુજબ ,રાજકોટ મહાનગરપાલિકાન 160 કરોડનું સ્માર્ટ સિટી અંતર્ગતનું એકાઉન્ટ છે, તે આ બેંકમાં છે. આ મામલે ભારત સરકારને પત્ર લખાયો છે. આ રકમ કોર્પોરેશનની છે, તેથી તેને વહેલી તકે છૂટા કરવાની માંગ કરી છે. આ સિવાય કોઈ રૂપિયા અટકાયા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news