ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ચૂંટણી રદના ચુકાદા પર સરકારની આવી છે પ્રતિક્રિયા...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ધોળકા બેઠક પર જીતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટ ચૂંટણી રદ કરતા રૂપાણી સરકાર (Vijay Rupani) ને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જ્યાં આ ચુકાદા મામલે કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે આ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તરફથી પ્રતિક્રીયા આવી હતી. તેઓએ જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 41 કાયદાકીય સલાહ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હાઈકોર્ટના
ચુકાદા પર સ્ટે પણ મળશે એવો અમને વિશ્વાસ છે. હવે બધી બાબતો કાયદાકીય કાર્યવાહીની આધીન છે. સારો ચુકાદો આવે એની રાહ જોઈશું.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી
તેમણે વધુમાં જણાવ્યું કે, આખો ભાજપ અને સરકાર અને તમામ ધારાસભ્યો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે છીએ. જે રીતે જરૂર હોય એ રીતે તમામ રીતની મદદ અને સહયોગ આપવામાં આવશે. અડધો કલાક પહેલા ચુકાદો આવ્યો છે, ચુકાદાનો અભ્યાસ કર્યા પછી જ વકીલો દ્વારા સલાહ આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું.
નીતિન પટેલે કહ્યું કે, ધારાસભ્ય પદ જ રહેતું નથી એવું તારણ અમારા વકીલો આપ્યું છે. અત્યારે કશું પણ કહેવું વધારે પડતું છે. મુખ્યમંત્રી અધ્યક્ષ જીતુ વાઘાણી રાષ્ટ્રીય નેતાગીરીનો અભિપ્રાય લઈને આગળ વધવામાં આવશે. તમામનું માર્ગદર્શન લઈને આગળ વધવામાં આવશે. મોવડી મંડળને માર્ગદર્શન લઈને આગળ વધવામાં આવશે.
ચૂપચાપ કોઈને જાણ કર્યા વગર વડોદરાથી અમવાદ જનાર કેડિલાના કર્મચારીને કોરોના નીકળ્યો
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો છે. હાલ, સરકાર જ્યારે કોરોનાની મહામારી અટકાવવામાં અસફળ રહી છે, ત્યારે આ બીજો મોટો ઝટકો ગુજરાત સરકારે મળ્યો છે.
શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે
ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે