ગુજરાતના જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો, નયનરમ્ય નજારો મન મોહી લેશે! જાણો ક્યાં આવેલા છે?

ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નદીઓ વહેતી થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થયા છે. જામવાળા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડીતુંર બની છે. 

ગુજરાતના જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો, નયનરમ્ય નજારો મન મોહી લેશે! જાણો ક્યાં આવેલા છે?

Jamjir Waterfall: ગીર સોમનાથના જામવાળા ગામે શિંગોડા નદીના કાંઠે જમદગ્નિ આશ્રમ પણ આવેલો જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે. જામવાળા જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ત્યારે આ ધોધનો ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નદીઓ વહેતી થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થયા છે. જામવાળા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડીતુંર બની છે. 

નદીના બંન્ને કાંઠે પાણી વહેતાં શિંગોડા નદીમાં આવેલા ફેમસ જમજીર ધોધના રોદ્ર સ્વરૂપની સાથે આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. ગીરમાં ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ પછી ગીરે લીલી ચાદર ઓઢી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પર્વતીય વિસ્તારોમાં ફરવા જવાની મજા ખુબ જ અલગ હોય છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ખાસ કરીને જ્યા ધોધ જોવા મળતો હોય તેવી જગ્યાઓ પર પર્યટકો જવાનું વધારે પસંદ કરતા હોય છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પંચમહાલની ગોમા નદીમાં પાણીની આવક થઈ છે. જેથી નદી પર આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થતાં અદભુત નજરો સામે આવ્યો છે. ભારે વરસાદના કારણે ગોમા નદીમાં પાણીની આવક થતાં ખેડૂતો અને સ્થાનિકો ખુશ થયા છે. ગોમા નદી ગાંડીતુર બનતા નદી પર બાંધવામાં આવેલા ચેકડેમને ભારે નુકસાન થયું છે. પાણીના પ્રવાહથી નદી પર બનાવવામાં આવેલો કોઝવે પણ તૂટ્યો છે. ગોમા નદી પર આવેલા ઘોઘમ્બાના સાજોરાથી વાવકુલ્લીને જોડતા કોઝવે પર ભંગાણ થતા બંને ગામનો સંપર્ક તૂટ્યો છે. જેથી સ્થાનિકોએ કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવાની માગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news