ચૂંટણી પૂર્વે મોટું ગાબડું: 200થી વધુ કાર્યકરો BTP ને રામ રામ કરી BJPમાં જોડાયા

છ છ ટર્મથી મને જીતાડી લાવો છો છતાં ડેડીયાપાડા વિધાનસભામાં દરેક ચૂંટણી અલગ અલગ ઉમેદવાર ચૂંટી લાવે એ સમજાતું નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં ખૂબ વિકાસ કર્યો છે.

ચૂંટણી પૂર્વે મોટું ગાબડું: 200થી વધુ કાર્યકરો BTP ને રામ રામ કરી BJPમાં જોડાયા

જયેશ દોશી/નર્મદા: વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટુઓનો દોર શરૂ થયો છે. ત્યારે નર્મદા જિલ્લાના 149 વિધાન સભા ડેડીયાપાડાના સેજપુર ખાતે ભગવાન બિરસામુંડા ગુજરાત ગૌરવયાત્રા આવી પહોંચતા 182 ઢોલ સાથે લોકોએ રસ્તાપર આવતા રસ્તાઓ પર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. 

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, છ છ ટર્મથી મને જીતાડી લાવો છો છતાં ડેડીયાપાડા વિધાનસભામાં દરેક ચૂંટણી અલગ અલગ ઉમેદવાર ચૂંટી લાવે એ સમજાતું નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં ખૂબ વિકાસ કર્યો છે. કોંગ્રેસના સાશનમાં કોલેજ, એકલવ્ય મોડેલ સ્કૂલો આદિવાસીના હતી. આ વિસ્તારમાં ભાજપના શાસનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા ઠેકાણે પાડી દીધા છે અને સત્તાના દલાલ લોકો પાર્ટી બદલી નાખે છે.

બિરસા મુંડાએ દેશ ગુલામ હતો, ત્યારે શિક્ષણ ઉપર મુકવા જણાવ્યું હતું. કેન્દ્રીય મઁત્રી રેણુકાદેવીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે ગરીબ અને આદિવાસીઓના ઉદ્ધારનું કામ કર્યું છે. પ્રધાન મંત્રીએ ભગવાન બિરસા મુંડાની જન્મજ્યંતિ 15 નવેમ્બરને ગૌરવદિવસ જાહેર કર્યો અને ગુજરાતની 27 આદિવાસી બેઠકો પર આ ભગવાન બિરસામુંડા ગુજરાત ગૌરવયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. એની સાથે સાથે ગુજરાત સરકાર અને ભારત સરકારના કાર્યો પણ વર્ણવામાં આવે છે.

આ કાર્યક્રમ દરમ્યાન ડેડીયાપાડા તાલુકાના Btpમાં મોટું ગાબડું પડ્યું છે. 200થી વધુ કાર્યકરો BTPને રામ રામ કરી ભાજપામાં જોડાયા છે. તમામને સાંસદ મનસુખ વસાવા તેમજ ગણપત વસાવા મોતીલાલ વસાવના હસ્તે ખેસ ધારણ કરાવ્યો અને આ તમામ કાર્યકરોનું ભાજપમાં સ્વાગત કરવકમાં આવ્યું. 

આ ગૌરવયાત્રામાં આદિજાતિ કેન્દ્રીય મંત્રી રેણુકદેવી, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિલ રાવ, માજી વનમંત્રી મોતીલાલ વસાવા, માજી ધારાસભ્ય નાંદોદ- હર્ષદ વસાવા જિલ્લા પ્રમુખ પર્યુષાબેન વસાવા શંકરભાઇ વસાવા સહીત નર્મદાના ડેડીયાપાડાપીઠ ગ્રાઉન્ડ ખાતે હજારોની જનમેદની ઉમટી પડી હતી.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news