આ હસતીરમતી છોકરીનું અચાનક થયું મૃત્યુ, ગુસ્સે ભરાયું આખું વડોદરા 

સ્થાનિક લોકોએ ભેગા થઈ દૂષિત પાણીથી બોટલ હાથમાં રાખી પાલિકા વિરુદ્ધ દેખાવો અને સૂત્રોચાર કર્યા તેમજ માટલા ફોડી વિરોધ કર્યો. આ સંજોગોમાં લોકોએ સ્વચ્છ પાણી નહિ આપવામાં આવે તો વેરો ન ભરવાની અને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ હસતીરમતી છોકરીનું અચાનક થયું મૃત્યુ, ગુસ્સે ભરાયું આખું વડોદરા 

રવિ અગ્રવાલ, વડોદરા : સ્માર્ટ સિટી વડોદરામાં લોકો દૂષિત પાણીના કારણે મૃત્યુ પામી રહ્યા છે. વડોદરાના નવાયાર્ડ અમરનગર પાસે રહેતી 13 વર્ષની બાળકીનું ઝાડા ઉલટીના કારણે મોત નિપજતા હોબાળો મચી ગયો છે. આ સંજોગોમાં બાળકીના મોતને લઈ લોકોમાં ભારે રોષ છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ અમરનગર, દક્ષા નગર, ગાયત્રી ધામ સોસાયટીમાં છેલ્લા છ માસથી દૂષિત પાણી આવે છે. સ્થાનિક લોકોએ વારંવાર દૂષિત પાણીની ફરિયાદ કરી હોવા છતાં પાલિકાના સત્તાધીશો ફરિયાદનો ઉકેલ નથી લાવી રહ્યા. આ પરિસ્થિતિ વચ્ચે 13 વર્ષની ઉર્વશી જાદવ નામની કિશોરીનું ઝાડા ઉલટીના કારણે મોત નિપજ્યું છે. ઉર્વશીના માતા-પિતા દક્ષા નગર સોસાયટીમાં ભાડે થી રહેતા હતા અને તેમની પુત્રી છેલ્લા 15 દિવસ થી બીમાર હતી. આ બીમારીને પગલે ઉર્વશીને હોસ્પિટલ ખસેડાઇ હતી પણ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં રોષ છે.

વડોદરાના આ વિસ્તારોમાં છેલ્લા છ માસથી દૂષિત પાણી આવતું હોવાથી ઘરે ઘરે લોકોને કમળો, ટાઈફોઈડ અને ઝાડા ઉલટી જેવા રોગ થયા છે. આ પરિસ્થિતિનો વિરોધ કરવા માટે આજે સ્થાનિક લોકોએ ભેગા થઈ દૂષિત પાણીથી બોટલ હાથમાં રાખી પાલિકા વિરુદ્ધ દેખાવો અને સૂત્રોચાર કર્યા તેમજ માટલા ફોડી વિરોધ કર્યો. આ સંજોગોમાં લોકોએ સ્વચ્છ પાણી નહિ આપવામાં આવે તો વેરો ન ભરવાની અને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સિવાય કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ પાલિકા પાસે મૃતક પરિવારને વળતર આપવાની માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news