ગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો, નવી મહામારી આવી રહી છે

Chandipura Virus Spread In Gujarat : રાજ્યના 13 જિલ્લામાં ચાંદીપુરાનો પગપેસારો, અત્યાર સુધીમાં 15 બાળકોના શંકાસ્પદ મોત, તો 27 બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત

ગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો, નવી મહામારી આવી રહી છે

New Pandemic In Gujarat : એક તરફ કોરોના વાયરસનો ફરી પગપેસારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે. ગુજરાતના 13 જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પહોંચી ગયો છે. જેણે અત્યાર સુધી 15 બાળકોના જીવ લીધા છે. ઉત્તર ગુજરાતમાં 7, સૌરાષ્ટ્રમાં 5 અને મધ્ય ગુજરાતમાં 2 બાળકોનો આ વાયરસે ભોગ લીધો છે. 

આખા દેશમાં ચાંદીપુરાના વાયરસને 29 કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે. મોતનો વાયરસ વાયુવેગે બાળકોને આ મોતનો વાયરસ ભરખી ગયો છે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 27 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 15 બાળકો મોતને ભેટ્યા છે. ગુજરાતના 13 જિલ્લા સુધી આ મોતનો વાયરસ પહોંચી ગયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 7 બાળકોના મોત થયા છે. તો સૌરાષ્ટ્રમાં 5 બાળકો મોતના વાયરસનો ભોગ બન્યાં છે. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરાથી 3 બાળકનાં મોત નિપજ્યાં છે. આ સાથે જ આખા દેશની વાત કરીએ તો દેશમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 29 કેસ નોંધાયા છે. જેમાં રાજસ્થાનમાં પણ એક બાળકનું મોત થઈ ચુક્યું છે. 

આરોગ્ય વિભાગ એલર્ટમાં, આજે ગાંધીનગરમાં ખાસ બેઠક

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળશે. આરોગ્યમંત્રીની અધ્યક્ષમાં મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે. રાજ્યના તમામ જિલ્લા,મહાનગરના આરોગ્ય અધિકારીને આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સમથી જોડવામા આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેના અટકાયતી પગલાઓ અંગે ચર્ચા થશે. 

44 હજારથી વધુ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયાનો સરકારનો દાવો
બીજી તરફ આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલનું કહેવું છે કે, સાબરકાંઠા, અરવ્વલી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત, રાજસ્થાનના 2 અને મધ્યપ્રદેશના 1 દર્દીને ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં 44,000 થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

શું છે ચાંદીપુરમ વાયરસ? 

  • ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
  • ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
  • માખીના કારણે ચાંદીપુરમ વાયરસનો લાગે છે ચેપ
  • સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
  • 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ
  •  ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે

ચાંદીપુરમ વાયરસના લક્ષણો 
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી

ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાય 

  • કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
  • માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
  • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
  • રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
  • મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે

રેતી માખીથી દૂર રહેજો 
આ રોગ વિશે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ પરેશ શીલાદરીયાએ જણાવ્યું કે, શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસ એ રેતી માખીથી ફેલાય છે. આ કોઈ ચેપી રોગ નથી. પરંતુ તે ઉકરડા, લીપણવાળા મકાનો દીવાલમાં તિરાડ હોય ત્યાં રેતી માખી હોય તેનાથી ફેલાય છે. રેતી માખી એક જગ્યા પરથી બીજી જગ્યા પર બેસવાથી વાઈરસ ફેલાય છે. આ બચવા માટે સ્વચ્છતા જરૂરી છે બાળકોમાં અસર વધુ જોવા મળે છે. મચ્છરદાની રાખવી જરૂરી છે. તેના લક્ષણોમાં જોઈએ તો તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવે છે. લક્ષણો જોવા મળતા તાત્કાલિક બાળકોના ડોકટરોને બતાવવું જોઈએ. બીજી તરફ શંકાસ્પદ ચાંદીપુરમની કોઈ રસી કે દવા નથી. પરંત રૂટીન તાવ ઝાડ અને ઉલટીમાં થતી દવાઓ કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news