બોરસદમાં લોહીની નદી વહી : ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવકોની એકસાથે અંતિમ યાત્રા નીકળી

Anand Accident : આણંદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયા. મૃતદેહ કાઢવા માટે જેસીબીની લેવી પડી મદદ. રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ
 

બોરસદમાં લોહીની નદી વહી : ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવકોની એકસાથે અંતિમ યાત્રા નીકળી

Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગત રાત્રીના સુમારે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજતા ગામમાં શોક પ્રસરી ગયો હતો અને આજે બપોરે ત્રણેય યુવકોની સામુહિક અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. જંત્રાલમાં એક સાથે ત્રણ યુવાનોની અર્થી ઉઠી  

ઝારોલા ગામ પાસે ગત. રાત્રીના સુમારે. સર્જાયેલા અકસ્માતમાં જંત્રાલ ગામના 32 વર્ષીય સુરેશ વજેસિંહ સોલંકી, 22 વર્ષીય જયેશ બુધાભાઈ પરમાર.અને 23 વર્ષીય  સંજય માનસિંહ સોલંકીનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ગામના જુવાનજોધ ત્રણ દીકરાના મોતથી જંત્રાલ ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવતા ગામ હિબકે ચઢ્યું હતું.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 8, 2024

યુવકોને કારમાં જ મોત મળ્યું હતું
આણંદના બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ યુવાનોને અંદર જ મોત મળ્યુ હતું. કાર એટલી હદે ક્ષતવિછત થઈ ગઈ હતી કે, જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા.

ગામમાં કોઈ ચુલો ન સળગાવ્યો
બપોરે ત્રણેય મિત્રોની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું. આજે. સમગ્ર ગામમાં શોકને લઈને લોકોએ ચૂલા પણ સળગાવ્યા ન હતા. ગામના સ્મશાનમાં ત્રણેય યુવકોની એક સાથે અંતિમ વિધિ કરવાંમાં આવતા મૃતકના પરિવારજનોસહિત સમગ્ર ગામના લોકો ચોધાર આંસુંએ રડી ઉઠ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news