બાબુલાલ નીકળ્યા કલાકાર! ભાજપના કાર્યકરોનો રોષ જોઈને બાબુ જમનાએ પલટી મારી, ભારે નાટકો કર્યા

Gujarat Politics : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અન્ય નેતાઓની ફરિયાદો કરનારા બાબુ જમના પટેલ હવે પોતે ભરાયા, કાર્યકરોએ દિગ્ગજ નેતાનો વારો પાડી દીધો
 

બાબુલાલ નીકળ્યા કલાકાર! ભાજપના કાર્યકરોનો રોષ જોઈને બાબુ જમનાએ પલટી મારી, ભારે નાટકો કર્યા

Gujarat Politics : ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ચૂંટણી સમયે પાર્ટીના નેતાઓ કામ ન કરતા હોવાની અને બળવાખોરી કરતા હોવાની ફરિયાદો કરનાર હાલમાં ભરાઈ ગયા છે. ભાજપની ભવ્ય જીત થઈ છે. જે મોદી લહેરમાં નેતાઓ વિજેતા તો બની ગયા છે પણ હવે કરેલી ફરિયાદો ગળાનું હાડકું બની ગઈ છે. આવી જ સ્થિતિ ભાજપના નેતા અને અમદાવાદની સહકારી સંસ્થામાં દબદબો ધરાવનાર બાબુ જમના પટેલની થઈ છે. ચૂંટણી સમયે કાર્યકર્તા સામે ફરિયાદ કરનાર બાબુ જમના હવે ‘મેં ફરિયાદ ન કરી’ હોવાનો રાગ આલાપી રહ્યાં છે. જેમાં કાર્યકરો હવે અડગ છે તો બહાના કાઢી રહ્યાં છે. બાબુ જમના પણ સારી રીતે જાણે છે કે હવે વિજેતા બની ગયા બાદ દૂધમાંથી પોરા કાઢવાનો મતલબ નથી. કારણ કે ફરી જીતવા માટે આ જ કાર્યકરો પાસે ફરી જવાનું છે. એટલે એમની ફરિયાદ કરી વેર લેવા કરતાં હવે કંઇ પણ ના કરી શાનમાં સમજી જવું એ વધારે યોગ્ય છે. 

બાબુલાલે વિવાદ વકરે પહેલાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો 
ગુજરાતમાં  પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિની મીટિંગમાં દસક્રોઈ બેઠકની સુનાવણી થઈ હતી. દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલે તેમના લેટરપેડ ઉપર એવી લેખિત ફરિયાદ કરી હતી કે ચૂંટણી દરમિયાન નિકોલ વોર્ડના કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધમાં કામ કર્યું છે. આ સુનાવણી માટે નિકોલ વોર્ડના પૂર્વ હોદ્દેદારો અને વર્તમાન હોદ્દેદારો કમલમ્ પહોંચ્યા હતા. પરંતુ તમામ કાર્યકર્તાઓમાં બાબુ જમના ફેરફાર વિરુદ્ધ ભારે રોષ હતો. આ રોષ પારખી ગયેલા બાબુ જમનાએ સુનાવણી જ ન થાય તેવા પ્રયાસો કરતાં કહ્યું કે તમે બધા નીકળો, હું વલ્લભભાઈને કહી દઈશ. પરંતુ કાર્યકરો મક્કમ રહ્યા હતા અને કહ્યું કે હવે અમારે તમારી વિરુદ્ધ રજૂઆત કરવી છે. જેને પગલે બાબુલાલ પટેલ પણ સમસમી ગયા હતા. એમને ખબર પડી ગઈ હતી કે સુનાવણીમાં સામસામેના આક્ષેપોમાં કોઈ મજા નહીં રહે અને આખરે કુહાડી પગ પર પડે કે પર કુહાડી પર પડે નુક્સાન તો વ્યક્તિનું જ થવાનું છે. એટલે બાબુલાલે વધુ વિવાદ વકરે એ પહેલાં જ આ મામલે ભીનું સંકેલવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. 

આ પણ વાંચો : 

કાર્યકરોએ બાબુ જમનાનો વારો પાડ્યો
કમલમમાં શિસ્ત સમિતિની બેઠક શરૂ થઈ એ સાથે જ કાર્યકરોએ બાબુ જમનાનો વારો પાડી લીધો હતો. આ સમયે જે કાર્યકરોનો રોષ પારખી ગયેલા બાબુ પટેલે પલટી મારતાં કહ્યું કે મેં તો આવી કોઈ ફરિયાદ કરી જ નથી. તો શિસ્ત સમિતિમાં ઉપસ્થિત તમામે એવો પ્રશ્ન કર્યો હતો કે બાબુલાલ તમારું લેટરપેડ છે, સહી પણ તમારી છે તો કેવી રીતે કહી શકો કે તમે રજૂઆત નથી કરી? બાબુલાલે હાથ ઊંચા કરતા કહ્યું કે મારા લેટરપેડનો બીજા કોઈએ ઉપયોગ કર્યો હશે બાકી મેં તો આવું કંઈ લખીને આપ્યું જ નથી! 

ચૂંટણી બાદ બાબુલાલનો રંગ બદલાયો 
બાબુલાલનો આ રંગ જોઈ નેતાઓ તેમના પર હસવા લાગ્યા હતા. બધું પત્યાં પછી કેટલાક નેતાઓ ગણગણાટ કરતાં હતાં કે બાબુલાલ લેટરપેડ ન સાચવી શક્યા કે કાર્યકરોને ન સાચવી શક્યા? આમ બાબુ જમના પટેલ એ જમાનાના ખાઈ પીધેલા રાજકારણી છે. એમને સારી રીતે ખબર છે કે ક્યારે પલટી મારવી.... કારણ કે જીતી ગયા બાદ કાર્યકરો સાથે નારાજગી રાખવાનો કોઈ મતલબ નથી. બાબુ જમના પટેલ લાંબા સમયથી દસક્રોઈ બેઠક પરથી જીતતા આવે છે. એ બિલ્ડર હોવાની સાથે સહકારી ક્ષેત્રમાં પણ વર્ચસ્વ ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news