દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તત્કાલ ખસેડાયા

ગુજરાત ફરી એકવાર કોરોનાનાં ભરડામાં આવી રહ્યું છે. તેમ લાગી રહ્યું છે કે, નગરપાલિકાની ચૂંટણી બાદથી જ શહેરમાં રોજે રોજ નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક પછી એક નેતાઓ પણ તેના લપેટમાં આવી રહ્યા છે. આ તરફ દસ્ક્રોઇ ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ કોરોના સંક્રમિત થયા હોવાની ખબર મળી રહી છે. ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તત્કાલ ખસેડાયા

અમદાવાદ : ગુજરાત ફરી એકવાર કોરોનાનાં ભરડામાં આવી રહ્યું છે. તેમ લાગી રહ્યું છે કે, નગરપાલિકાની ચૂંટણી બાદથી જ શહેરમાં રોજે રોજ નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક પછી એક નેતાઓ પણ તેના લપેટમાં આવી રહ્યા છે. આ તરફ દસ્ક્રોઇ ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ કોરોના સંક્રમિત થયા હોવાની ખબર મળી રહી છે. ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

બીજી તરફ કોરોના વાયરસની ઝપટે ચડેલા અત્યાર સુધી અનેક નેતાઓ અને મંત્રીઓ આવી ચુક્યા છે. રાજ્યમાં નગરપાલિકા ચૂંટણીના પ્રચાર સમયે જ વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જો કે તેઓએ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલીયા પણ કોરોના ગ્રસ્ત થયા હતા. તે તમામની મુખ્યમંત્રી સાથે જ સારવાર શરૂ કરવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદથી બેકાબુ થયેલો કોરના રાત્રી કર્ફ્યૂ બાદ કોરોના કાબુમાં આવ્યો હતો. જો કે જેમ જેમ સરકારે રાત્રી કર્ફ્યૂમાં ઢીલાશ આપતી ગઇ તેમ તેમ કોરોના પણ સતત વધતો ગયો. અત્રે નોંધનીય છે કે, હાલમાં રાત્રી કર્ફ્યૂ માત્ર નામ પુરતો હોય તે પ્રકારે લોકો રાત્રે 12 વાગ્યા પછી ફરતા હોય ચે. પોલીસ દ્વારા પણ તેમને અટકાવાતા નથી. તેમાં રાત્રીના ખાણીપીણી બજાર ધમધમવા લાગ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણમાં ફરી એક વાર વધારો થઇ શક્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news