VALSAD ના ઉમરગામમાં આભ ફાટ્યું, 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, કલેક્ટર સહિતનો સ્ટાફ દોડતો થયો
જિલ્લાના ઉમરગામ ખાતે સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકાના 9 ગામોમાં 366 લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા, હજુ સ્થળાંતર માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ પોતાની તમામ મશીનરી રાહત અને બચાવકામગીરીમાં લગાવી દીધી છે.
Trending Photos
વલસાડ : જિલ્લાના ઉમરગામ ખાતે સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકાના 9 ગામોમાં 366 લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા, હજુ સ્થળાંતર માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ પોતાની તમામ મશીનરી રાહત અને બચાવકામગીરીમાં લગાવી દીધી છે.
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને સોમવારે મોડી રાત્રિથી ગાજ વીજ સાથે જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાનું વહીવટી તંત્ર હવામાન વિભાગના એલર્ટ થઈ ગયું હતું. જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. મંગળવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પડેલા 10 ઇંચ વરસાદને લઈને ઉમરગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ઉમરગામ તાલુકાના સંજાણ, ફણસા, કરમબેલી, બિલિયા, ગોવાડા, ડહેલી માંડા, ખતલવાડા અને કલગામ સહિત 9 ગામોમાં અસર ગ્રસ્ત વિસ્તારોમાં 366 લોકોનું સ્થાનિક વહીવટી તંત્રએ નજીકના શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જિલ્લાનું વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સાતર્ક છે. સ્થાનિક લોકોને જિલ્લા કલેક્ટરે સ્થાનિક લોકોને સમય સંજોગોને લઈને સ્થળાંતર થવા અંગે સૂચના આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળાંતર થવા માટે વિનંતી કરવામાં આવી છે. જેતે વિસ્તારોમાં પાણી ઉતરી ગયા બાદ સ્થળાંતર થયેલા લોકોને ઘરે પરત મોકલી આપવામાં આવે છે. ઉમરગામ તાલુકાના અધિકારીઓ વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવા જોતરાઈ ગયા છે.
અત્રે નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વલસાડ જિલ્લામાં રાત્રે 2 વાગ્યાથી શરૂ થયેલ મેઘમહેર બીજા દિવસે બપોર સુધી યથાવત્ત રહી હતી. 12 કલાકમાં જિલ્લામાં સૌથી વધારે ઉમરગામ તાલુકામાં 12 ઇંચ, વાપીમાં 6 ઇંચ, પારડીમાં 2 ઇંચ, કપરાડામાં 3 ઇંચ અને વલસાડમાં પોણા બે ઇંચ વરસાદ પડી ચુક્યો છે. ખેડૂતો આ વરસાદથી ખુબ જ ખુશ છે.
ઉમરગામ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વારોલી નદીમાં આવ્યું ઘોડાપૂર આવ્યું છે. કપરાડા અને ધરમપુર ના જંગલ વિસ્તારમાં સારા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઇ. દમણગંગા, કોલક અને પાર નદીમાં આવેલા નવા નીરને કારણે ધરતીપુત્રોમાં આનંદીત છે. લાંબા વિરામ બાદ જીલ્લામાં સારો વરસાદ પડતા ખેતીલાયક પાણી નદીઓમાં આવતા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર થઇ છે.
ભારે વરસાદને કારણે જિલ્લાના 19 જેટલા રસ્તાઓ બંધ થઇ ચુક્યાં છે. ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદને કારણે 16 જેટલા રસ્તાઓ બંધ થયા છે. પારડી તાલુકાના 2 રસ્તાઓ તો કપરાડા નો 1 રસ્તો બંધ થઇ ગયો છે. રાહત અને બચાવકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જિલ્લા કલેકટર એ ટ્વીટ કરી આપી માહિતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે