રંગીલા દમણમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ બન્યો નરાધમ

વલસાડ જિલ્લાના અડીને આવેલા દમણની મરવડ હોસ્પિટલન સિક્યુરિટી ગાર્ડે સગીરા ઉપર દુષ્કર્મ (rape case) આચરવાની ઘટના સામે આવી છે. સગીરાના પરિવારે દમણ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 
રંગીલા દમણમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ બન્યો નરાધમ

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના અડીને આવેલા દમણની મરવડ હોસ્પિટલન સિક્યુરિટી ગાર્ડે સગીરા ઉપર દુષ્કર્મ (rape case) આચરવાની ઘટના સામે આવી છે. સગીરાના પરિવારે દમણ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણ ખાતે ગત 11 જાન્યુઆરી 2022ના રોજ મરવાડ હોસ્પિટલમાં હાજર સિક્યોરિટી ગાર્ડે 10 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, ઘટના અંગે સગીરાએ તેના પરિવારને ઘટનાની જાણ કરી હતી. ત્યારે પરિવારે દમણ પોલીસે મથકે મરવડ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સામે FIR નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં 11 જાન્યુઆરી 2022ના રોજ એક 10 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે સગીરાએ તેના પરિવારને નિર્ભર બની ઘટનાની જાણ કરી હતી. સગીરાના પરિવારે મરવડ સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતકુમાર ધનંજયકુમારની સામે FIR નોંધાવી હતી. દમણ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દમણ પોલીસે આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. દમણ પોલોસે આરોપીને નામદાર કોર્ટને કોર્ટમાં રજુકરીને 17 જાન્યુઆરી 2022 સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news