Video: ગાંધીનગરમાં ઘોડી પર સવાર દલિત વરરાજાને ઝીંક્યા લાફા, કહ્યું- “તમારી મર્યાદામાં રહો, હદ ભૂલી ગયા?
Dalit community: ગુજરાતના ગાંધીનગરમાં તોફાની તત્વો દ્વારા ઘોડી પર સવાર વરરાજા સાથે મારઝૂડ અને ગાળાગાળી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારબાદ વરરાજાના પિતરાઈએ પોલીસને બોલાવી અને તેમને જાણ કરી અને કેસ દાખલ કર્યો હતો. પોલીસ ટીમે એક્શનમાં આવીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
Dalit Groom Assault Incident: ગુજરાતના ગાંધીનગરમાં ઘોડી પર સવાર વરરાજા પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે અહીં ચાર યુવકોએ વરરાજા સાથે મારઝૂડ અને ગાળાગાળી કરી હતી, કારણ કે તે દલિત સમુદાયનો હતો. ત્યારબાદ વરરાજાને કારમાં જાન લઇને દુલ્હનના ઘરે જવું પડ્યું હતું. આ સમગ્ર મામલે વર પક્ષના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. પરિવારજનોએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી, જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને કેસ નોંધ્યો હતો.
સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? RC જ આ ડોક્યુમેંટ પણ કરાવવા પડશે ચેંજ
Photos: જાન્યુઆરી 2024 માં આ 5 કાર્સની રહી ખૂબ ડિમાન્ડ, સૌથી વધુ બલેનો વેચાઇ
આ સમગ્ર ઘટના પાટનગર ગાંધીનગર જિલ્લાના ચડસણા ગામમાં 12 ફેબ્રુઆરીએ બપોરે બની હતી. માણસા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ IPC અને એટ્રોસિટી એક્ટની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ વરરાજાના પિતરાઈ ભાઈએ નોંધાવી હતી.
Reels બનાવવાનો શોખ છે તો સરકાર આપી રહી છે મોટી તક, 'બાપા ગર્વથી કહેશે મારો બાબો છે'
'ગંડુશા' છે અનુષ્કાની ગ્લોઇંગ ચહેરાનું રહસ્ય,5 હજાર વર્ષ જૂની થેરેપીના છે અઢળક ફાયદા
ફરિયાદ નોંધાવનાર ભાઈના જણાવ્યા અનુસાર 12મી ફેબ્રુઆરીની બપોરે આ લગ્ન વરઘોડામાં લગભગ 100 લોકો સામેલ થયા હતા. આ સમય દરમિયાન વરરાજા ઘોડી પર સવાર હતા, ત્યાં હાજર તમામ લોકો નાચતા-ગાતા હતા અને વરઘોડો કન્યાના ઘર તરફ લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન એક યુવક બાઇક પર આવ્યો હતો અને સીધો વરરાજા પાસે ગયો હતો. તે યુવકે ઘોડી પર બેઠેલા વરને નીચે ખેંચ્યો અને તેને થપ્પડ મારવા લાગ્યો.
ઘનશ્યામ પાંડેમાંથી કેવી રીતે બન્યા ભગવાન સ્વામીનારાયણ,અબૂધાબીમાં બની રહ્યું છે મંદિર
Multibagger Stock: એક વર્ષમાં 1400 થી 6500 પાર પહોંચ્યો સ્ટોક, પૈસા લગાવનારને જલસો
#Casteism A Dalit groom was assaulted by caste Hindus for riding a Horse in his wedding procession in a village in Gandhinagar district Gujarat... pic.twitter.com/SpdA4U7Sb4
— The Dalit Voice (@ambedkariteIND) February 13, 2024
તોફાનીતત્વોએ ધમકી આપી ડીજે અને ઘોડીવાળાને ભગાડ્યા
એટલું જ નહીં, આરોપી યુવકે વરરાજા પર જાતિ આધારિત અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આરોપીએ ઘોડી પર સવારી કરતા વર સામે વાંધો ઉઠાવતા કહ્યું કે ફક્ત તેના સમુદાયના લોકો જ ઘોડી પર સવારી કરી શકે છે. તેણે એમ પણ કહ્યું, “તમારી મર્યાદામાં રહો, શું તમે ગામડાની પરંપરા નથી જાણતા”. આ દરમિયાન જ્યારે ત્યાં હાજર લોકો વરરાજાને બચાવવા આગળ આવ્યા ત્યારે વધુ ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા. ચારેય જણાએ યુવકને માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન આરોપી યુવકે ઘોડીના માલિક અને ડીજેને પણ ધમકાવીને ભગાડી દીધા હતા. તેમની ફરિયાદમાં વર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન તેમનું ખૂબ અપમાન કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને કારમાં દુલ્હનના ઘરે જવું પડ્યું હતું.
બમણા થઇને મળશે તમારા રૂપિયા, રિટર્નની ગેરન્ટીવાળી આ યોજનામાં કરી શકો છો રોકાણ
આ સરકારી યોજના ઘરેબેઠા તમને બનાવશે લખપતિ, આઇડિયા આપો રૂપિયા લઇ જાવ
કેસની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓના નામ શૈલેષ ઠાકોર, જયેશ ઠાકોર, સમીર ઠાકોર અને અશ્વિન ઠાકોર છે. તે તમામ પછાત વર્ગના છે. હાલ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ
Agriculture Idea: આ છે લાખોનો નફો કરાવનાર ખેતી, એક વાર વાવો અને વર્ષો સુધી કરો કમાણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે