વાયુ વાવાઝોડું ટકરાવાનું સંકટ ટળ્યું પરંતુ અમરેલી, જૂનાગઢમાં ભારે વરસાદથી પૂરનું જોખમ
Trending Photos
અમદાવાદ : વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ એની દિશામાં થોડો ફેર થતાં હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ એની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સંજોગોમાં અમરેલી અને જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી પૂરનું જોખમ વધ્યું છે. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં આ પંથકમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. સેટેલાઈટ તસવીરો પ્રમાણે વાવાઝોડુ દિશા બદલાઈ રહ્યું છે.
હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડાં ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.
આ સિસ્ટમ પાણીમાં ભ્રમણ ચાલુ રાખશે. પરંતુ તટીય વિસ્તારોને હીટ કરવાની શક્યતા નબળતી થઈ નજર આવી રહી છે. ભીષણ ગંભીર ચક્રવાર વાયુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે. તોફાની હવાઓને કારણે નુકશાનની શક્યતાઓ પણ રહેલી છે. હવામાન એક્સપર્ટસ અનુસાર, નબળુ સ્ટીયરિંગ વાતાવરણ ચક્રવાત વાયુના ટ્રેકમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
રાજ્યના તમામ બંદર પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર
સાડા છ કરોડ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, જેને પગલે હવે વાયુની અસર 10 જિલ્લાઓને નહિ થાય. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. પણ વાવાઝોડુ દરિયામાંથી જ પસાર થઈ જશે, પણ કાંઠે નહિ અથડાય. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે