બજેટ પહેલાં બેંકરો સાથે નાણામંત્રીની મિટીંગ આજે, વ્યાજદરમાં ઘટાડા પર થશે વાત
Trending Photos
નવી દિલ્હી: બજેટ પહેલાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) અને નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ સહિત બેંકોની ગુરૂવારે નાણામંત્રી સીતારમણની સાથે બેઠક થશે. બેઠકમાં સરકાર બેંકોને એમએસએમઇ અને નાના લોનદાતાઓ માટે સાખ પ્રવાહ સુગમ બનાવવા માટે કહી શકે છે. બેંકરો અને નાણાકીય સેવાઓ સંસ્થાઓ વચ્ચે બેઠકમાં બિન અમલીકૃત સંપત્તિ (એનપીએ) પર આરબીઆઇના સુધારેલા પરિપત્ર પર વધુ સમીક્ષા લેવાની આશા છે.
બેંક સાખમાં 14.88 ટકાનો વધારો થયો
સૂત્રોના અનુસાર નાણામંત્રી સાર્વજનિક ક્ષેત્રની બેંકોની નાણાકીય સ્વાસ્થ્ય સુધારવાની રીત અને તેમના એનપીએ સ્થિતિ તથા સૂક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ) અને કૃષિ ક્ષેત્ર માટે લોન પુરી પાડવામાં સુધાર પર ચર્ચા કરી શકે છે. આરબીઆઇના આંકડા અનુસાર, બેંક સાખમાં 14.88 ટકાનો વધારો થયો છે. સૂત્રોએ જણાવ્યું કે નાણામંત્રી પીએસયૂ બેંકોને આરબીઆઇ દ્વારા મુખ્ય વ્યાજ દરમાં ઘટાડાનો ફાયદો સીધો સામાન્ય ગ્રાહકો સુધી કરવાની યાદ અપાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે