મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી, 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા

મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા, જેથી માછીમારો ચિંતાતુર હતા. પરંતુ આઠેય માછીમારો હવે જીવંત હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો.
મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી, 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા

કેતન બગડા/અમરેલી :મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા, જેથી માછીમારો ચિંતાતુર હતા. પરંતુ આઠેય માછીમારો હવે જીવંત હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો.

લાપતા ઓમ નમઃ સિવાય નામની બોટનો સંપર્ક થતા માછીમારો ચિંતા મુક્ત થયા છે. એન્જિન ખરાબ હોવાને કારણે ખલાસીઓએ બોટ મહારાષ્ટ્રના દરિયા કિનારે લાંગરી દીધી હતી. ત્યારે વાતાવરણ હળવુ બનતા તેમનો સંપર્ક થયો હતો. બોટ એસોસિએશન પ્રમુખે 8 ખલાસી અને બોટ સલામત હોવાની માહિતી તંત્રને આપી છે. જાફરાબાદ સહિતના માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

દરિયામાં કરંટ ઉઠતા બોટ ડૂબી 
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 તારીખથી તમામ બોટ બંદર પર લાંગરેલી હતી. પરંતુ તે દિવસે રાત્રે 12 વાગ્યા બાદ દરિયામાં ભારે પવન અને કરંટ હતો. આ કરંટને કારણે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. જેમાં સવાર 8 ખલાસી લાપતા થયા હતા. જેમને બચાવવા માટે હાલ ઉનામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ હતું. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ હતી. તો પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ હતી. હેલિકોપ્ટરથી દરિયામાં સતત દેખરેખ રાખવામાં આવી હતી. Ndrf, નેવી, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા શોધખોળ કામગીરી કરાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news