'સાપ ગયો'ને, લિસોટો રહી ગયો'! વાવાઝોડાએ નવસારીમાં વિનાશ વેર્યો: બાગાયતી પાકોનો વાળ્યો કચ્ચરઘાણ

Cyclone Biparjoy Effect: છેલ્લા થોડા વર્ષોથી સતત વાતાવરણમાં ફેરફાર નોંધાયા છે. જેની સીધી અસર ઋતુચક્ર પણ પડી રહી છે. જોકે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સતત બદલાતા વાતાવરણમાં ખેતી પાકને બચાવવા માટેના સંશોધનો થતા રહ્યા છે.

'સાપ ગયો'ને, લિસોટો રહી ગયો'! વાવાઝોડાએ નવસારીમાં વિનાશ વેર્યો: બાગાયતી પાકોનો વાળ્યો કચ્ચરઘાણ

Cyclone Biparjoy Effect: કુદરતી આફતો અને માનવ દ્વારા સર્કિટ ગ્લોબલ વોર્મિગની ખેતી ઉપર મોટી અસર થાય છે. ત્યારે અરબી સમુદ્રમાં ઉઠેલા બિપરજોય વાવાઝોડાને કારણે ફૂંકાયેલા ભારે પવનને બાગાયતી પાકોમાં મોટું નુકશાન થયુ છે. નવસારીમાં વાવાઝોડાથી ઉઠેલા પવનોને કારણે આંબા પરથી કેરીનું મોટા પ્રમાણમાં ખરણ થતા કેરીના પાછોતરા પાકમાં નુકશાન જોવાઇ રહ્યું છે. સાથે જ બજારમાં આવક ઘટતા કેરીના ભાવ ફરી વધ્યા છે.

છેલ્લા થોડા વર્ષોથી સતત વાતાવરણમાં ફેરફાર નોંધાયા છે. જેની સીધી અસર ઋતુચક્ર પણ પડી રહી છે. જોકે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સતત બદલાતા વાતાવરણમાં ખેતી પાકને બચાવવા માટેના સંશોધનો થતા રહ્યા છે. આ ઓછું હોય ત્યાં દરિયા કિનારે વસેલા નવસારી જિલ્લામાં સમુદ્રી આફતો પણ ખેતીમાં નુકશાની આપે છે. ગત દિવસોમાં અરબી સાગરમાં ડીપ ડિપ્રેશન બાદ સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે 12 જૂનથી પ્રતિ કલાક 15 કિમીની ઝડપે ફૂંકાતા પવન બે દિવસોથી 40 કિમી કરતા વધુ ઝડપે ફૂંકાઈ રહ્યા છે. જેની સીધી અસર જિલ્લાના બાગાયતી પાકોમાં જોવા મળી છે. 

આંબાવાડીઓમાં સાયક્લોનિક સીસ્ટમથી ફૂંકાતા પવનથી આંબા પરથી કેરીના ફળનું ખરણ વધ્યુ છે. જેથી પાછોતરા પાકથી આશા માંડી બેઠેલા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અત્યારે કેરીની સીઝન પૂર્ણતાએ પહોંચી છે, ત્યારે બજારમાં કેરીની આવક ઘટતા ભાવ વધ્યા છે. પરંતુ વાવાઝોડાને કારણે ખારણ વધતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.

નવસારીમાં બીજા નંબરનો પાક ફળોનો રાજા કેરી છે, જિલ્લામાં અંદાજે 25 હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર છે. થોડા વર્ષોથી બદલાતું વાતાવરણ કેરી ઉત્પાદન ઉપર અસર પાડતું આવ્યું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરીમાં પડેલી આકરી ગરમીની સીધી અસર કેરી ઉપર જોવાઈ હતી, જેમાં કેરીના ફળ પરિપકવ થાય એ પૂર્વે જ ઝાડ પર પાકીને ખરી પડ્યા હતા. ત્યારબાદ બીજો ફાલ ફાયદા કારક રહ્યો, પણ અઠવાડિયાથી વાવાઝોડાને કારણે ફૂંકાયેલા ઝડપી પવનોને કારણે આંબાવાડીઓમાં નુકશાન વધાર્યું છે. ત્યારે કૃષિ નિષ્ણાંતો વાડીમાં ખરી પડેલી કેરીમાંથી સારા ફળ અલગ તારવી એનો રસ બનાવી વેચાણ કરી અથવા ઉપયોગમાં લઇ શકાય છે. 

જ્યારે ફાટલી કેરીનો નાશ કરવામાં આવે, તો ફળ માખીના ઉપદ્રવથી બચી શકાશે. સાથે જ પવનોને કારણે નમી પડેલા ઝાડોને ટેકો આપી અથવા જે દિશામાં નમ્યા છે, તેની વિરૂદ્ધ દિશામાં ખાડો કરી તેને ઉભા કરવામાં આવે તો ઝાડને સાચવી શકાશે. જ્યારે ભવિષ્યમાં વાવાઝોડાથી રક્ષણ મેળવવા અને પાકને ઓછું નુકશાન થાય એ ઘનિષ્ઠ વાવેતર કરી કેનોપી પદ્ધતી વિશે માહિતી મેળવી વાવઝોડાની સ્થિતિ સામે બચી શકાશેની માહિતી સાથે ભલામણ કરે છે.

કુદરતી વાતાવરણ સતત બદલાતા ખેત પેદાશો પર સીધી અસર થાય છે. ત્યારે બાગાયતી પાકોમાં ભારે પવન સામે પાકને બચાવવા ખેડૂતોમાં સમય અનુંરૂપ કામ અને જાગરૂકતા જરૂરી થઈ જાય છે. જેનાથી ખેડૂત પોતાના પાકને બચાવી શકે અથવા ઓછી નુકશાની થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news