અનરાધાર વરસાદની થપાટ બાદ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો! આજે આ જિલ્લાઓ માટે છે મોટી આગાહી
Rain Alert In Gujarat : મેઘરાજાના તાંડવ બાદ હવે ગુજરાત પર 'આશના' વાવાઝોડાનું સંકટ... ડિપ ડિપ્રેશન વધુ મજબૂત બનતા રેડ એલર્ટ જાહેર... સૌરાષ્ટ્ર અન કચ્છમાં ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ...
Trending Photos
Gujarat Flood : ભારે વરસાદ બાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી છે. દ્વારકા-જામનગરના હવાઈ નિરિક્ષણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે પૂર પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે બેઠક યોજી. લોકોનું સ્થળાંતર સહિત તમામ બચાવ કામગીરી માટે સૂચના આપી છે. પરંતું ગુજરાતના માથે સંકટ હજી ટળ્યુ નથી. અનરાધાર વરસાદની થપાટ બાદ હવે ગુજરાત પર આશના વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ગુજરાતની ધરતી પર સર્જાયેલ ડિપ-ડિપ્રેશન હવે વાવાઝોડમાં પરિવર્તિત થયું. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસરને પગલે ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. કચ્છ પરથી ડીપ ડિપ્રેશન હવે આગળ વધ્યું છે. સિસ્ટમ આજે એક વાવાઝોડું બની શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ 24થી 36 કલાક સાવધાન રહેવાની જરૂર છે.
આજે કચ્છ સૌરાષ્ટ્ર પર મોટી ઘાત
રાજ્યમાં ડિપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. જેને પગલે 100 કિમીથી વધુ ઝડપે પવન ફુકાવવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 60થી 65 કિમી ઝડપી પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35થી 40 કિમી ઝડપે પવન ફૂકાઇ શકે છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી ગઈ છે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 6 દિવસ ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અડધા ગુજરાતમાં હાલ પૂરનું સંકટ છે. પરંતું હવે તેના કરતા મોટું સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. અરબ સાગરમાં વધુ એકવાર વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મોટાપાયે અસર જોવા મળશે. કારણ કે, વાવાઝોડાની આંખ સીધી કચ્છ પર છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાત પર નહિ ત્રાટકે, માત્ર તેની અસર જોવા મળશે.
વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર
ગુજરાત માટે રાહતના સમાચાર આવે તેવી સંભાવના આગામી તા.30મી ઓગસ્ટના રોજ ડિપ ડિપ્રેશનની મહાકાય સિસ્ટમ સૌરાષ્ટ્ર - કચ્છ તરફથી અસર સાગર તરફ આગળ વધીને સાયકલોનમાં ફેરવાઈ ઓમાન અને યેમેન તરફ આગળ વધી જશે. હાલમાં આ ડિપ ડિપ્રેશનની સિસ્ટમ કચ્છના રાપરથી થોડેક ઉપર રહેલી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
ભારતીય હવામાન વિભાગે હવામાનને લઈને નવું બુલેટિન બહાર પાડ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે, 29 ઓગસ્ટના રોજ 23.7 ડિગ્રી સેલ્સિયસના ડિપ્રેશનમાં ઘેરાયેલું હતું. 2024. °N અક્ષાંશ અને 69.4°E રેખાંશ નજીક કેન્દ્રિત હતું. તે હવે ભુજ (ગુજરાત) થી 60 કિમી ઉત્તર-પશ્ચિમમાં, નલિયા (ગુજરાત)થી 80 કિમી ઉત્તર-પૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન)થી 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે.
ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેશર
પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેની પડોશમાં ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, આજે, 29 ઓગસ્ટ, 2024 ના રોજ IST 0830 કલાકે મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ-મધ્ય અને સંલગ્ન ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર વધુ ચિહ્નિત થવાની સંભાવના છે. ત્યારબાદ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધીને, તે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન
તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30 ઓગસ્ટે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. ત્યારબાદ, તે આગામી 2 દિવસ દરમિયાન ભારતીય કિનારે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે