સાઈકલ ગમે ત્યાં મુકતા પહેલાં સાવધાન! અમદાવાદમાં ગઠિયાએ એક બે નહીં 33 સાઈકલ ચોરીને આખું ગોડાઉન ઉભું કર્યું!

કોરોના કાળમાં લોકો હવે પોતાની ફિટનેસ અંગે વધારે સજાગ બન્યા છે. એ જ કારણ છેકે, હવે સાઈકલિંગનો ટ્રેન્ડ પછો આવ્યો છે. વહેલી સવાર હોય કે સમી સાંજ લોકો ફિટનેસ માટે સાઈકલિંગ કરતા થયા છે. એજ કારણ છેકે, સાઈકલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. હવે રસ્તા પર તમને 7 હજારથી લઈને 70 હજાર સુધીની સાઈકલો ફરતી જોવા મળે છે. જો તમારી પાસે પણ સાઈકલ હોય તો ચેતી જજો. આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે.

  • અમદાવાદમાં વધી રહ્યા છે ચોરીના કિસ્સા
  • કાર અને બાઈક બાદ હવે સાઈકલોની ચોરી
  • સાઈકલ ચોરે પોલીસના નાકમાં કર્યો દમ
  • એક ગઠિયાએ સાઈકલ ચોરીને આખું ગોડાઉન ઉભું કર્યું!
  • સાઈકલ ચોર આવી ગયો પોલીસના સકંજામાં

Trending Photos

સાઈકલ ગમે ત્યાં મુકતા પહેલાં સાવધાન! અમદાવાદમાં ગઠિયાએ એક બે નહીં 33 સાઈકલ ચોરીને આખું ગોડાઉન ઉભું કર્યું!

ઉદય રંજન, અમદાવાદઃ કોરોના કાળમાં લોકો હવે પોતાની ફિટનેસ અંગે વધારે સજાગ બન્યા છે. એ જ કારણ છેકે, હવે સાઈકલિંગનો ટ્રેન્ડ પછો આવ્યો છે. વહેલી સવાર હોય કે સમી સાંજ લોકો ફિટનેસ માટે સાઈકલિંગ કરતા થયા છે. એજ કારણ છેકે, સાઈકલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. હવે રસ્તા પર તમને 7 હજારથી લઈને 70 હજાર સુધીની સાઈકલો ફરતી જોવા મળે છે. જો તમારી પાસે પણ સાઈકલ હોય તો ચેતી જજો. આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે.

કારણકે, અમદાવાદમાં હવે સાઈકલ ચોરીની ફરિયાદો વધી રહી છે. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને પોલીસે તપાસ શરૂ કરી. આખરે સીસીટીવીના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી અને તેણે કરેલું કારસ્તાન જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. કોરોના કાળમાં શોર્ટકટથી પૈસા કમાવવા માટે અમદાવાદના એક ગઠિયા સાઈકલ ચોરીનો 'ધંધો' શરૂ કર્યો. બદલાતા સમયની સાથે ચોરીની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ ગઈ છે. તમે કાર કે બાઈકની ચોરી વિશે સાંભળ્યું છે. પરંતુ અમદાવાદના એક ગઠિયા પાસેથી ચોરેલી સાઈકલનું આખું ગોડાઉન ઝડપાયું છે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી સાઈકલની ચોરી થતાં લોકો કંટાળી ગયા હતા. આખરે સ્થાનિકોએ સાઈકલની ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ કરી...સાઈકલ ચોર બેફામ બનતા પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીને પકડવા માટે પોલીસને એક મહત્વની કડી મળી. CCTV ચકાસતા પોલીસે એક યુવાન પર શંકા ગઈ અને સાઈકલ ચોર આવી ગયો પોલીસના સકંજામાં..

અમદાવાદનાવાસણા પોલીસ સ્ટેશનના PI કે.જે.ઝાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુંકે, આરોપી પ્રેમ પરમાર ટ્યુશન ક્લાસીસ, કે ફ્લેટમાં રેકી કરતો હતો અને મોકો મળે કે તરત જ સાઈકલની ચોરી કરતો હતો. આરોપી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલાજ CCTVના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ સાયકલ ચોરી સિવાય મોટા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો માસ્ટર માઈન્ડ સાયકલ ચોરની પોલીસે ધરપકડ કરી લીધી છે..ફ્લેટમાં કે ટ્યુશન ક્લાસીસ બહાર કોઈ શંકાસ્પદ વ્યક્તિ અવરજવર કરતો હોય તો પોલીસને સંપર્ક કરવો જરૂરી છે...નહીં તો તમારી સાયકલ કે પછી જરૂરી સામાનની ચોરી થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news