બ્રેકએપ થતા પ્રેમી બન્યો વિલન, પ્રેમિકાને બદનામ કરવા મેસેજ અને ફોટા વાઈરલ કર્યા, થઈ ધરપકડ

અમદાવાદમાં પ્રેમિકાએ બ્રેકઅપ કરી દેતા પ્રેમીએ સોશિયલ મિડીયા પર બિભત્સ મેસેજ અને ફોટો વાયરલ કરીને પ્રેમિકાને બદનામ કરતા ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમે ફરિયાદને આધારે આરોપી પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સાઈબર  ક્રાઈમે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. 
બ્રેકએપ થતા પ્રેમી બન્યો વિલન, પ્રેમિકાને બદનામ કરવા મેસેજ અને ફોટા વાઈરલ કર્યા, થઈ ધરપકડ

જાવેદ માહી, અમદાવાદ: અમદાવાદમાં પ્રેમિકાએ બ્રેકઅપ કરી દેતા પ્રેમીએ સોશિયલ મિડીયા પર બિભત્સ મેસેજ અને ફોટો વાયરલ કરીને પ્રેમિકાને બદનામ કરતા ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમે ફરિયાદને આધારે આરોપી પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સાઈબર  ક્રાઈમે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. 

બ્રેકઅપ થઈ જતા પ્રેમી વિલન બની ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાના ફોટા સોશિયલ મિડીયા પર વાયરલ કરી દીધા. પ્રેમિકાને બદનામ કરવા વોટસએપ કર્યાં. સોશિયલ મિડીયામાં પ્રેમિકાના ફોટા વાયરલ કરીને બિભત્સ મેસેજ કરતા સાયબર ક્રાઈમે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો વાડજમાં રહેતા ભાવિન ચક્રવર્તીને પ્રેમિકાએ બ્રેકઅપ કરી દેતા સહન થયુ નહીં. એક વર્ષના પ્રેમ સંબંધમા નિષ્ફળ રહેતા તેણે પ્રેમિકાને બદનામ કરવાનો નિર્ણય કર્યો. યુવતી સાથેના ફોટા અને બિભત્સ મેસેજ વોટસએપ અને સોશિયલ મિડીયામાં મિત્રો અને પરિવારને મોકલીને યુવતીને બદનામ કરી. જેને લઈને યુવતીએ ભાવિન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તેની ધરપકડ કરી છે. 

જુઓ LIVE TV

26 વર્ષનો ભાવિન ચક્રવર્તી પિતાના કેટરિંગના ધંધામા મદરૂપ થાય છે. તેણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો. એક વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ સંબંધ શરૂ થયો. પરંતુ બન્ને વચ્ચે મનમેળ નહિં બેસતા યુવતીએ સંબંધ ખત્મ કરી દીધો હતો. જેથી મનના લાગી આવતા તેણે આ કૃત્ય કર્યુ હોવાનુ સામે આવ્યું. સાયબર ક્રાઈમની ટીમે સોશિયલ મિડીયાના મેસેજનું એનાલીસિસ કરીને ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લીધો હતો. 

સાયબર ક્રાઈમે ભાવિન ચક્રવર્તીની ધરપકડ કરી છે. તેનો મોબાઈલ જપ્ત કરીને તેને એફએસએલમાં મોકલી વધુ સાંયોગિક પુરાવા મેળવવાની દિશામા તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news