અનલોક-1ની જાહેરાત થતા જ બેખોફ બન્યા લોકો, મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાતા

અનલોક-1ની જાહેરાત થતા જ જાણે લોકોમાંથી કોરોનાનો ભય દૂર થઈ ગયો હોય તેવો લાગે છે. સાવલીના મહીસાગર નદીમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉમટી પડ્યા હતા. લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં લોકો ન્હાતા દેખાયા હતા. લોકડાઉન હોવા છતાં નદી કિનારે લોકોના ટોળેટોળા દેખાયા હતા. આ લોકો જાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા હોય તેમ ન્હાતા દેખાયા હતા. તો લોકો કોરોના વાયરસના ભયથી બેખોફ થયા હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગ્યું હતું. 
અનલોક-1ની જાહેરાત થતા જ બેખોફ બન્યા લોકો, મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાતા

રવિ અગ્રવાલ/વડોદરા :અનલોક-1ની જાહેરાત થતા જ જાણે લોકોમાંથી કોરોનાનો ભય દૂર થઈ ગયો હોય તેવો લાગે છે. સાવલીના મહીસાગર નદીમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉમટી પડ્યા હતા. લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં લોકો ન્હાતા દેખાયા હતા. લોકડાઉન હોવા છતાં નદી કિનારે લોકોના ટોળેટોળા દેખાયા હતા. આ લોકો જાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા હોય તેમ ન્હાતા દેખાયા હતા. તો લોકો કોરોના વાયરસના ભયથી બેખોફ થયા હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગ્યું હતું. 

ગુજરાત તરફ સક્રિય થયેલુ વાવાઝોડું આ શહેરોમાં લાવશે ભારેથી અતિભારે વરસાદ 

લાંછનપુર પાસેથી પસાર થતી મહીનસાગર નદી પાસે દર વર્ષે હજારોની સંખ્યામાં વડોદરા અને તેની આસપાસ ના જિલ્લામાંથી લોકો ઉનાળાની મોસમમાં નાહવા આવે છે. સરકારે આ પ્રતિબંધિત સ્થળ જાહેર કર્યું છે, છતાં લોકો નાહવા આવે છે. દર વર્ષે 100 થી વધારે લોકોના ડૂબી જવાથી મોત થાય છે. ત્યારે આજે લોકોની ભીડ ઉમટતા પોલીસ બંદોબસ્ત પર અનેક સવાલ ઉઠ્યા છે.

સોમવારથી અમદાવાદમાં AMTS- BRTS દોડશે, લિમિટેડ રુટ પર સવારે 7થી સાંજે 7 સુધી જશે 

ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીના કાંઠે સાવલી તાલુકાના લાંછનપુર, વડોદરા નજીક સિંઘરોટ ચેકડેમ, તેમજ નર્મદા નદીના કાંઠા કરજણ તાલુકાના નારેશ્વર, શિનોર તાલુકાના દિવેરમઢી ગામે નર્મદા નદીના કિનારે નાહવા માટે ઉનાળામાં મોટી સંખ્યામાં લોકોનો ઘસારો રહે  છે. ઉત્સાહના અતીરેકમાં ઘણી વખત દુર સુધી નહાવા માટે જતા રહેવાથી ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેના પગલે છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા પોલીસ તેમજ વહિવટીતંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ લોકડાઉનની કામગીરીમાં જોતરાયેલી પોલીસ આ દ્રશ્યોથી અજાણ દેખાઈ હતી. તો બીજી તરફ, લોકો પણ નિયમો કોરાને મૂકીને મજા માણતા દેખાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news