નવા વર્ષે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ‘ગોર્વધન પર્વત’ જોવા પહોંચ્યા ભક્તો

ગોવર્ધન પર્વતનું ઇસ્કોન મંદિર (isckon temple) માં અભિષેક કરાયું હતું. સાથે જ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં પણ આવ્યું હતું. ત્યાર બાદ ભગવાનની આરતી પણ કરાઈ હતી

નવા વર્ષે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ‘ગોર્વધન પર્વત’ જોવા પહોંચ્યા ભક્તો

અતુલ તિવારી/અમદાવાદ :નવા વર્ષે (Happy New Year) અમદાવાદમાં આવેલા ઈસ્કોન મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી છે. ઈસ્કોન મંદિરમાં બેસતું વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગોવર્ધન પર્વતનું ઇસ્કોન મંદિર (isckon temple) માં અભિષેક કરાયું હતું. સાથે જ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં પણ આવ્યું હતું. ત્યાર બાદ ભગવાનની આરતી પણ કરાઈ હતી. 

ભગવાન કૃષ્ણ 7 વર્ષનાં હતા ત્યારે ઇન્દ્ર દ્વારા મુશળધાર વરસાદ વરસાવામાં આવ્યો હતો અને ગોકુલનાં લોકોને બચાવવા માટે 7 દિવસ અને રાત ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉંચકી રાખ્યો હતો. ગોવર્ધન પર્વત નીચે ગોકુલવાસિયો ઇન્દ્રનાં મુશળધાર વરસાદથી બચી શક્યા હતા. સમગ્ર વિશ્વમાં ઇસ્કોનનાં જેટલા પણ સેન્ટર છે, તેમાં નવા વર્ષના આ વિશેષ દિવસે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 

ઈસ્કોન મંદિર અમદાવાદમાં 108 કિલોગ્રામ ચોખા ઘીનો ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો હતો. જેમાં 108 કિલોગ્રામ ડ્રાય ફ્રુટ, 108 કિલોગ્રામ ફ્રુટ, ફરસાણ પણ ધરાવવામાં આવ્યું હતું. સાથે જ 400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. ભગવાન રાધા - ગોવિંદ, શ્રીનાથજી ગોપાલજી, રાધા-કૃષ્ણ, સીતા- રામ- લક્ષમણ ભગવાનને નવા વસ્ત્રો તથા અલંકારો પહેરાવવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news