નીતિશ સરકારમાં વિજય ચૌધરી બનશે મંત્રી, શપથ ગ્રહણમાં સામેલ થશે આ દિગ્ગજ નેતાઓ
Trending Photos
પટણા: બિહાર (Bihar) માં સરકાર બનાવવા અંગેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. નીતિશકુમાર (Nitishkumar) આજે સાંજે 4.30 વાગે પટણા સ્થિત રાજભવનમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ બધા વચ્ચે નીતિશકુમારની સાથે શપથ લેનારા મંત્રીઓને પણ ફોન આવવા લાગ્યા છે.
નીતિશના નીકટના વિજય ચૌધરી બનશે મંત્રી
કહેવાય છે કે સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા વિસ્તારના વિધાયક વિજયકુમાર ચૌધરીને સીએમ હાઉસથી ફોન આવ્યો છે અને તેઓ જેડીયુના કોટામાંથી મંત્રી બનશે. વિજય ચૌધરી અગાઉ પણ સરકારમાં રહી ચૂક્યા છે અને 2015માં વિધાનસભા અધ્યક્ષ બન્યા હતા. વિજય ચૌધરી મુખ્યમંત્રી નીતિશકુમારના ખુબ નીકટના ગણાય છે અને જેડીયુની કોર ટીમના સભ્ય છે. સૂત્રના જણાવ્યાં મુજબ જેડીયુ તરફથી નીતિશકુમાર અને વિજય ચૌધરી ઉપરાંત શ્રવણકુમાર મેવા, લાલ ચૌધરી શીલા મંડલ અને વિજેન્દ્ર યાદવ મંત્રી પદના શપથ લઈ શકે છે.
ભાજપના આ નેતાઓ સામેલ થશે શપથ ગ્રહણ સમારોહમાં
કહેવાય છે કે શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ સામેલ થશે. ત્રણેય નેતાઓ આજે બપોર સુધીમાં પટણા પહોંચશે.
ભાજપના કોટામાંથી 2 ડેપ્યુટી સીએમ હોઈ શકે છે
આ વખતે બિહારમાં 2 ડેપ્યુટી સીએમ બની શકે છે અને આ બંને ભાજપના કોટામાંથી હશે. ભાજપે તારાકિશોર પ્રસાદને વિધાનમંડળના નેતા તરીકે પસંદ કર્યા છે અને અત્યાર સુધી બિહારમાં ભાજપ વિધાનમંડળના નેતા જ ડેપ્યુટી સીએમ બને છે. આવામાં તારાકિશોર પ્રસાદની દાવેદારી સૌથી વધુ મજબૂત છે. જ્યારે રેણુબાળા ભાજપ વિધાનમંડળના ઉપનેતા તરીકે પસંદ થયા છે અને તેઓ પણ ડેપ્યુટી સીએમની રેસમાં સામેલ છે.
બિહારમાં હોઈ શકે છે વધુમાં વધુ 36 મંત્રી
નિયમ મુજબ વિધાનસભાની ક્ષમતાના 15 ટકા કેબિનેટમાં હોઈ શકે છે. જેથી કરીને 243 સીટોવાળી વિધાનસભામાં કુલ 36 નેતાઓ મુખ્યમંત્રી સહિત મંત્રીપદના શપથ લઈ શકે છે. પરંતુ આજે કેટલા નેતાઓ મંત્રીપદના શપથ લેશે તે હજુ સ્પષ્ટ નથી.
ભાજપ-જેડીયુ ઉપરાંત હમ-વીઆઈપીને પણ જગ્યા
મુખ્યમંત્રી નીતિશકુમારની સાથે અનેક નેતાઓ મંત્રીપદના શપથ લઈ શકે છે. જેમાં જેડીયુ અને ભાજપ ઉપરાંત સહયોગી પાર્ટી હિન્દુસ્તાન આવામ મોર્ચા (HAM) અને મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપીને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. જો કે સરકારની રૂપરેખા શું હશે તેને લઈને રવિવારે મોડી રાત સુધી એનડીએમાં બેઠકોનો દોર ચાલુ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે