સુરતમાં કોરોના કેસની સંખ્યા 10,000ને પાર, છેલ્લા 19 દિવસમાં આટલા કેસ નોંધાયા

સુરતમાં કોરોના વાયરસનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લામાં આજે કોરોનાના નવા 291 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર કરી ગઇ છે. જેમાં સૌથી વધુ સુરતમાં 206 કેસ છે જ્યારે જિલ્લામાં 85 કેસ નોંધાયા છે.
સુરતમાં કોરોના કેસની સંખ્યા 10,000ને પાર, છેલ્લા 19 દિવસમાં આટલા કેસ નોંધાયા

ચેતન પટેલ, સુરત: સુરતમાં કોરોના વાયરસનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લામાં આજે કોરોનાના નવા 291 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર કરી ગઇ છે. જેમાં સૌથી વધુ સુરતમાં 206 કેસ છે જ્યારે જિલ્લામાં 85 કેસ નોંધાયા છે.

સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 10,287 (1771 જિલ્લાના) પર પહોંચી છે. સુરત સહિત જિલ્લામાં આજે 7 દર્દીઓના મોત (1 જિલ્લામાં) નિપજ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 439 (31 જિલ્લાના) પર પહોંચ્યો છે. આજરોજ કોરોનાના સૌથી વધુ કેસ કતારગામ અને વરાછા ઝોન બીમાં 30-30 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 222 (31 જિલ્લાના) છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 6613 (976 જિલ્લાના) દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 19 દિવસમાં કોરોના વધુ ઘાતક બન્યો છે. જેમાં 19 દિવસમાં જ સુરત જિલ્લામાં વધારે 5027 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 245 કોરોના દર્દીના મોત નિપજ્યાં છે. જેથી લોકડાઉન, અનલોક-1 અને અનલોક -2 વધારેને વધારે ખતરનાક બની રહ્યો છે.

શહેર જિલ્લામાં હાલ 10,287 કેસ થઇ ચુક્યા છે. જેમાં 31 મે સુધીમાં 1725 કેસ નોંધાયા હતા. જ્યારે જુન મહિનામાં 3535 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઇ મહિનામાં માત્ર 19 દિવસમાં 5027 કેસ થઇ ચુક્યા છે. આવી જ રીતે મોતનો આંકડો 439 પર પહોંચી ગયો છે. જેમાં 31 મે સુધીમાં 72ના મોત થયા હતા. જુન મહિનામાં 122 મોત થયા હતા. જ્યારે 1 જુલાઇથી 19 જુલાઇ સુધીમાં 245ના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news