પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરની ધરપકડ! આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો

અમદાવાદના ખ્યાતિ કાંડના આરોપી ડૉક્ટર સંજયની રાજકોટમાં પણ છે હૉસ્પિટલ..ફરિયાદ દાખલ થયા બાદ તમામ ઓપરેશન કરાયા રદ..અત્યાર સુધીમાં ડૉ. સંજયે અનેક દર્દીઓના કર્યા છે ઓપરેશન...

પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરની ધરપકડ! આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો
  • ડો.પ્રશાંત વજીરાણીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો
  • પોલીસે ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે
  • પૈસા માટે 2 લોકોનાં જીવ સાથે રમત રમનારાની ધરપકડ
  • આ એ જ ડોકટર છે જેણે સ્ટેન્ડ નાખી 2 લોકોને મારી નાખ્યા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલઃ આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા કમાવવાની લ્હાયમાં આંધળી લૂંટ ચલાવીને આરોપીઓએ દર્દીઓના શરીર સાથે ચેડા કરીને તેમના જીવ લીધાં છે. 

સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી છે. આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડૉ.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી છે.

વાંચો આ કેસને લગતી લેટેસ્ટ અપડેટઃ

  • અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સરકાર પક્ષે ફરિયાદી બનેલા ડો.પ્રકાશ મહેતાની સાથે ZEE 24 કલાકે કરી ખાત વાતચીત.....
  • સોલા સિવિલના ઇન્ચાર્જ CDMO ડો.પ્રકાશ મહેતાએ આ મામલે નોંધાવી છે ફરિયાદ....તપાસ કમિટીના રિપોર્ટ આધારે ગુનો નોંધાયો...આરોપીઓએ ખોરી રીતે સરકારી યોજનાનો લાભ લેવા રચ્યું હતું ષડયંત્ર...ફિઝિકલ ફાઈલમાં રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઈ આવતા કાર્યવાહી...
  • જે ધમનીઓ બ્લોકેજ બતાવી તેવું બ્લોકેજ સીડીમાં જોવા મળ્યુ નથી...
  • કાર્ડીયોલોજીસ્ટ હાજર હોવાનો પણ રિપોર્ટમાં નોંધ ન હોવાનું સામે આવ્યું....
  • પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા સ્ટેન્ટ મૂક્યુ હોવાથી ગુનો નોંધાયો

આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડૉ.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. 

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સપ્ષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. ઓપરેશન વખતે જે ધમનીઓમાં બ્લોકેજ બતાવાયુ હતુ તે બ્લોકેજ ઓપરેશન વખતે રેકોર્ડ થતી સીડીમાં હતું જ નહીં. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ PMJAY યોજનાનો લાભ લેવા માટે જ દર્દીઓમાં સ્ટેન્ટ મુકી દીધા છે. ત્યારે આ મામલે હવે પૈસા ભૂખ્યા મેડીકલ માફિયાઓ સામે બેદરકારી, બોગસ દસ્તાવેજ સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news