મમ્મીએ 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ લેવા મોકલી, પણ સગીર દુકાનદારે અંદર ખેંચી લીધી

ગુજરાતમાં હવે નરાધમો હદ વટાવી રહ્યાં છે. માસુમ બાળકીઓને પોતાની હવસ સંતોષવ માટે નિશાન બનાવી રહ્યાં છે. સુરત અને ગાંધીનગરમાં બાળકીઓના દુષ્કર્મની આગ હજી શમી નથી, ત્યાં રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. 
મમ્મીએ 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ લેવા મોકલી, પણ સગીર દુકાનદારે અંદર ખેંચી લીધી

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં હવે નરાધમો હદ વટાવી રહ્યાં છે. માસુમ બાળકીઓને પોતાની હવસ સંતોષવ માટે નિશાન બનાવી રહ્યાં છે. સુરત અને ગાંધીનગરમાં બાળકીઓના દુષ્કર્મની આગ હજી શમી નથી, ત્યાં રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. 

રાજકોટના નવાગામ પાસે 8 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ચોંકાવનારી બાબત એ છે કે, બાળકી સાથે દુષ્કર્મ કરનાર સગીર નીકળ્યો. નવાગામના એક પરિવારે તેમની 8 વર્ષની દીકરીને નજીકના દુકાનમાં ડિટર્જન્ટ પાવડર લેવા મોકલી હતી. બાળકી દુકાનમાં ગઈ હતો તો ત્યાં સગીરે દુકાનમાં પુરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુકાનથી પરત આવીને બાળકીએ પોતાના પરિવારજનને આ વિશે જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી મહિલા પોલીસ મથકને તપાસ સોંપી છે. 

રાજકોટના અન્ય સમાચાર
રંગીલા રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. વેક્સીનના બે ડોઝ લેનારા વધુ 7 લોકો સંક્રમિત થયા છે. છેલ્લા ચાર દિવસમાં રાજકોટમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. જયપુરથી રાજકોટ આવેલ એક વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તો સિવિલમાં વધુ બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ બાદ સારવારમાં ખસેડાયા છે. રાજકોટમાં હાલ 28 જેટલાં એક્ટિવ કેસો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news