પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો શું છે મામલો?

વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ટીપી સ્કીમ 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ના પ્લોટ પર પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાની બાબત સામે આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પાલિકાએ યુસુફ પઠાણને રૂ. 5.60 કરોડની કિંમતના પ્લોટ પરનાં દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. 

પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો શું છે મામલો?

ઝી બ્યુરો/વડોદરા: TMC સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણએ ગુજરાત હાઈકોર્ટનુ શરણ લેવુ પડ્યું છે. યુસુફ પઠાણે હાઇકોર્ટમાં તેની જમીન વિવાદ મુદે દાદ માંગતી અરજી હાઇકોર્ટમાં કરી છે. ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરતા વડોદરા કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી અને રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ રાજ્ય સરકારે તે માંગણી નામંજૂર કરી દીધી હતી જે જમીન પરત લેવા માટે હાઇકોર્ટમાં યુસુફ પઠાણે દાદ માંગી છે. 

જો કે યુસુફ પઠાણના વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે બીજા પક્ષમાંથી સાંસદ બનતા આ કાર્યવાહી કરાઇ. વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાણને સરકારી જમીન પર દબાણ કરવા બદલ ખોટી રીતે નોટિસ પણ આપી છે. જમીન VMCની જનરલ બોડિએ આપી છે. જેમાં રાજ્ય ખાલી કરાવવા કેવી રીતે કહી શકે. 

સાથે જ વકીલે વધુમાં કોર્ટમાં કહ્યું હતું કે વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરાવાઈ રહી છે. જો કે આ રજુઆત પર હાઇકોર્ટ વકીલને ટકોર કરી હતી કે રાજકારણ વચ્ચે ન લાવો અને નિયમોમાં રહીને દલીલ કરો, જો કે આ જમીન વિવાદ મુદે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી આવતીકાલે હાઇકોર્ટમાં હાથ ધરાશે.

નોંધણીય છે કે હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી જમીનનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હોવાનો આક્ષેપ યુસુફ પઠાણ સામે થયો હતો. પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે યુસુફ પઠાણ ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશ્યિલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news