ગાય આધારિત ખેતીથી કરો લાખોની કમાણી! પ્રાકૃતિક ખેતી માટે સરકાર આપે છે મોટી સહાય

Agriculture News: ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના શાપરના આવા જ એક ખેડૂત પાસેથી જાણીએ  પ્રાકૃતિક કૃષિનો  અનુભવ છે.

ગાય આધારિત ખેતીથી કરો લાખોની કમાણી! પ્રાકૃતિક ખેતી માટે સરકાર આપે છે મોટી સહાય

Agriculture News: ભારતએ ખેતીપ્રધાન દેશ છે. દુનિયાભરમાં ખેતપેદાશો માટે ભારત એક વિશેષ મહત્ત્વતા ધરાવે છે. કારણકે, અહીં અનેક ખેતપેદાશો થાય છે જેની નિકાસ વિદેશોમાં કરવામાં આવે છે. અલબત્ત અહીંના અનેક ઉત્પાદનોનીની દુનિયાભરમાં માંગ હોય છે. એમાંય વાત જ્યારે ભારતની થઈ રહી હોય તો પછી ગુજરાત કઈ રીતે એમાં પાછળ રહી શકે. ગુજરાત તો એગ્રીકલ્ચર સેક્ટરમાં ભારતની વિકાસ યાત્રાનું ગ્રોથ એન્જીન છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં ગામે ગામ તમને કોઈકને કોઈક પ્રગતિશીલ ખેડૂત મળશે તે અનેકને પ્રેરણાં આપતો હશે. આવા જ એક પ્રેરણાદાયક ખેડૂતની વાત આ આર્ટિકલમાં કરવામાં આવી છે. 

અહીં વાત થઈ રહી છે ગુજરાતના અમરેલી જિલ્લાની. અહીં વાત થઈ રહી છે અમરેલી જિલ્લાના શાપર ગામમાં આવેલા પ્રગતિશીલ ખેડૂતની. અહીં વાત થઈ રહી છે શાપર ગામમાં પોતાની મહેનતથી ખેતીને નવી ઉંચાઈ સુધી લઈ જનારા ખેડૂત સંજયભાઈ સુદાણીની. અમરેલી જિલ્લાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સુદાણીનું વિશાશ ખેતર આવેલું છે. સંજયભાઈએ  7 વીધા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટસ સહિત 130 પ્લાન્ટસનું વાવેતર કર્યું છે. તેમણે આ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.

અમરેલી જિલ્લાના શાપરુ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સુદાણીએ જણાવ્યુંકે, પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ સાવ ઝીરો છે, ખાતર કે દવા કે વાપરવા પડતા નથી, આપણને ખારેકના ભાવ પોષણક્ષમ મળે છે, જમીનની ફળદ્રુપતા પણ વધે છે. 7 વીઘામાં બારાઈ ખારેકનું વાવેતર છે. ગાય આધારિત ખેતી કરી છે. આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું આવશે. આ સાત વીઘાના વાવેતરમાં ગવર્નમેન્ટ તરફથી પર પ્લાન્ટે 1250 રૂપિયાની સહાય મળી છે.

ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, દવાઓના ઉપયોગ થતો નથી, તેથી ખેતી ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત ચીજવસ્તુની માગ પણ વધી રહી છે. જેથી  ખેડુતોની પણ  પ્રાકૃતિક કૃષિમાં રૂચિ વધી છે .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news