અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ: ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ચોગ્ગા-છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે અને આ ટુર્નામેન્ટને વેદનારાયણ કપ નામ આપવામાં આવ્યુ છે. ટુર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટમાં કર્મકાંડી બ્રાહ્મણો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે જેમાં ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ચોગ્ગા,છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો...
આપણે ત્યાં ક્રિકેટ માટે લોકોમાં અનેરો પ્રેમ અને જુનુન જોવા મળે છે. અત્યાર સુધી જ્યાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય ત્યાં ડીજેના તાલે બાઉન્ડ્રી ઉપર ગીતો વાગતા હોય છે પરંતુ આપણી સાંસ્કૃતિનો વર્ષો જળવાઈ રહે તે માટે રાજકોટમાં આજથી બે દિવસ કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ છે.
રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે અને આ ટુર્નામેન્ટને વેદનારાયણ કપ નામ આપવામાં આવ્યુ છે. ટુર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે ચોગ્ગા, છગ્ગા પર વૈદિક મંત્રો પણ બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવી રહ્યા છે.
કર્મકાંડી બ્રાહ્મણો માટેનું આ પ્રકારનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. શહેરના મુખ્ય આઠ કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં શહેરભરના કર્મકાંડીઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. જે ખેલાડીઓ આ ક્રિકેટ રમશે તેઓ નીચે ધોતી અને ઉપર ઝભ્ભો પહેરીને મેદાને ઉતરશે એટલું જ નહીં કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં બોલવામાં આવશે.
જ્યારે પણ ખેલાડીઓ ચોગ્ગા કે છગ્ગા મારશે ત્યારે સંસ્કૃતના વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે. અત્યાર સુધી ઝભ્ભા અને ધોતિયામાં બ્રાહ્મણોને મંદિર કે કોઇ ધાર્મિક પ્રસંગોમાં મંત્રોચ્ચાર સાથે જોયા હશે પરંતુ રાજકોટમાં આજે કર્મકાંડી બ્રાહ્મણો ક્રિકેટ રમતાં જોવા મળ્યા હતા. વૈદિક પુજા ચાલતી હોય તે પ્રકારના ધાર્મિક વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ 8 ટીમના નામ પણ ઋષિકુમારોના નામ પરથી રાખવામાં આવ્યા છે.
તેજસ ત્રિવેદી (આયોજક)
11 ટીમોના નામ
- ભારદ્રાજ ઇલેવન (શાસ્ત્રી વિજય જોષી)
- વિશ્વામિત્ર ઇલેવન (શાસ્ત્રી હરીશ ભોગાયતા)
- અત્રિ ઇલેવન (શાસ્ત્રી હિરેન જોષી)
- શાંડિલ્ય ઇલેવન (શાસ્ત્રી ગોપાલ જાની)
- વશિષ્ઠ ઇલેવન (શાસ્ત્રી હિરેન ત્રિવેદી)
- જમદગ્નિ ઇલેવન (શાસ્ત્રી અસિત જાની)
- કશ્યપ ઇલેવન (શાસ્ત્રી જસ્મીન જોષી)
- ગૌતમ ઇલેવન (શાસ્ત્રી જયેશ પંડ્યા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે