કભી ભી ગીર સક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ... સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડની તસવીરો ફરતી થઈ

Statue Of Unity Fake News : તાજેતરમાં મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભારે પવનને કારણે પડી ગઈ હતી. આ પછી રાજ્યના રાજકારણમાં તોફાન હજુ શમ્યું ન હતું કે હવે ગુજરાતના નર્મદામાં બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર વાયરલ થઈ 

કભી ભી ગીર સક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ... સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડની તસવીરો ફરતી થઈ

cracks appearing in the Statue of Unity is fake News : ગુજરાતના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. @RaGa4India નામના એકાઉન્ટ પરથી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ખોટી અફવા ફેલાવાઈ હતી. 

કોણે તસવીર વાયરલ કરી
@RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ...’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ તસવીર વાયરલ થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરારની વાતો વાયુવેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જેમાં અલગ અલગ લોકોએ પ્રતિક્રીયા આપવાની શરૂઆત કરી હતી.  દેબોજિત ભારાલી (@DebojitBharali) નામના એક યુઝરે આ તસવીર શેર કરીને લખ્યું, “સ્ટેચ્યુ પર સ્પેસ ટેક્નોલોજીની અસર.”

 

— RaGa For India (@RaGa4India) September 8, 2024

 

તસવીરમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આખી તસવીર છે, તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગનો ભાગ બતાવાયો છે, જેમાં નીચેના ભાગમાં તિરાડો પડેલી નજર આવી રહી છે. આ તસવીર ફેક છે. 

ફેક ન્યૂઝમાં શું સામે આવ્યું 
આ દાવાની તપાસ કરવા માટે, અમે પહેલા Google રિવર્સ ઈમેજ પર ચિત્ર શોધ્યું. અમને આ તસવીર 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ની વેબસાઈટ પર મળી છે. જે 2018 માં પોસ્ટ કરવામાં આવી હતી. અહીંથી સ્પષ્ટ થયું કે આ તસવીર જૂની છે. PIB તરફથી નિવેદન મેળવ્યું. PIBએ કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પડવાનો દાવો ખોટો છે આ તસવીર વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન લેવામાં આવી હતી.  વાયરલ થઈ રહેલી તસવીર જૂની છે અને આ દાવો ભ્રામક છે.
 
ફરિયાદ નોંધાઈ
ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલનો ઉલ્લેખ કારયો છે. SoU તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(B)મુજબ ગુનો દાખલ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news