સી.આર પાટીલે ગ્રીષ્માના પરિવારની મુલાકાત યોજી, હત્યારાને ઝડપથી સજા મળે તેવી સાંત્વના પાઠવી
Trending Photos
સુરત : શહેરના ખુબ જ ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના સામાજિક અને પ્રશાસનિક વ્યવસ્થામાં ઘેરા પડઘા પડી રહ્યા છે. તેવામાં આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગ્રીષ્માના પિતાને સાંત્વના આપી હતી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલા ઉઠવવા માટેની પણ બાંહેધરી આપી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસને સુચના આપવામાં આવી છે કે, તપાસ ઝડપથી થાય અને કડકમાં કડક સજા મળે તે માટે તમામ પાસાઓને આવરીને ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત આ પ્રકારના બનાવો ફરી ન બને તે માટે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ ઘટના ખુબ જ નિંદનીય હોવાનું પણ પાટીલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના પાસોદરામાં ગ્રીષ્માના ઘરે નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉપરાંત પણ અનેક હસ્તીઓ ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત યોજી ચુકી છે. આ પ્રકારના બનાવો ભવિષ્યે ન બને તે માટે પોલીસ દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી મંશા વ્યક્ત કરી ચુક્યાં છે. પોલીસ પણ આ કેસમાં ઝડપથી કાર્યવાહી અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે