અમદાવાદમાં કોરોનાનું સંકટ વધતા એસ્ટેટ વિભાગે શરૂ કરી કાર્યવાહી, ક્રોમા સ્ટોર સહિત અનેક યુનિટો કર્યા સીલ
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે મનપાના એસ્ટેટ વિભાગએ કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોના મોટા બજારો કે જ્યાં લોકો એકત્રિત થતા હોય છે ત્યાં કાર્યવાહી કરીને યુનિટો સીલ કરાઇ રહ્યા છે.
Trending Photos
ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર સહિત 6 યુનિટોને સીલ કરી દંડ ફાટકરાયો છે. પંજાબ ઓટોમોબાઇલ્સ સાયન્સ સીટી, જય ભવાની, કારગિલ ચાર રસ્તા, ખુશી મોબાઈલ શોપ, ગુરુકુલ રોડ, સંજીવની હોસ્પિટલ, ભુયગદેવ ચાર રસ્તાને સીલ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.50,000 દંડ કરાયો છે.
બીજી તરફ અમદાવાદમાં કોરોનાના વધતા કેસો સામે પોલીસ પણ એક્શનમાં આવી છે. શહેરમાં અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી નદીના તમામ બ્રિજ પર સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. નિયમોનું પાલન ન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોનાને લઇ કેટલાક મોલમાં કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. મોલમાં સામાજિક અંતરની વ્યવસ્થા સાથે ખરીદી કરાઇ રહી છે તો મોલમાં પ્રવેશ આપતા અગાઉ થર્મલ સ્કેનિંગ પણ કરાઇ રહ્યું છે. રવિવારે મોલમાં થતી ભીડ પર અંકુશ માટે સ્ટાફ સતર્ક બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે