કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત, રિવર્સ રેપોરેટમાં કર્યો 0.25 ટકાનો ઘટાડો
કોરોના સંકટને કારણે ભારતનો વિકાસદર 1.9 ટકાના દરે વધશે. G20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. વિશ્વને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે.
Trending Photos
મુંબઈઃ કોરોના વાયરસના મહાસંકટનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને ફરી ધબકતી કરવા માટે શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે રિઝર્વ રેપો રેટમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે બજારમાં રોકડનું સંકટ ન આવે તે માટે 50 હજાર કરોડ રૂપિયાની વધારાની મદદ કરવાની પણ વાત કરી છે. પત્રકાર પરિષદમાં આરબીઆઈએ કહ્યું કે, કોરોના સંકટ વચ્ચે બેન્ક તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે. ડગલે-પગલે નિર્ણય કરવામાં આવી રહ્યાં છે. કોરોના સંકટને કારણે જીડીપીની ગતિ ઘટશે, પરંતુ બાદમાં તે ફરી દોડવા લાગશે. તો રિઝર્વ બેન્કે રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
રિઝર્વ બેન્ક તરફથી મોટી રાહત આપતા રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, આ સાથે હવે રિવર્સ રેપોરેટ 3.75 ટકા થઈ ગયો છે.
રોકડનું સંકટ દૂર કરવા મોટો નિર્ણય
રોકડના સંકટને દૂર કરવા માટે બેન્ક તરફથી બજારમાં 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેથી રોકડની કોઈ ખોટ ન પડે. તે માટે TLTROની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે બેન્ક તરફથી નાબાર્ડ, એનએચબી, એનબીએફસી સહિત અન્ય ક્ષેત્રોમાં પણ 50 હજાર કરોડની વધારાની મદદ કરવામાં આવશે, જેથી નીચે સુધી મદદ પહોંચી શકે.
તેમણે કહ્યું કે, આ સમયે 150થી વધુ અધિકારી સતત ક્વોરેન્ટાઇન થઈને પણ કામ કરી રહ્યાં છે અને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. શક્તિકાંત દાસે કહ્યું કે, IMFએ પણ તે વાતનું અનુમાન લગાવ્યું છે કે વિશ્વમાં સૌથી મોટી મંદી આવવાની છે, જે ખતરાની ઘંટી છે. ઘણા દેશોમાં આયાત-નિકાસમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
જીડીપીમાં ભારતની સ્થિતિ સારી
કોરોના સંકટને કારણે ભારતનો વિકાસદર 1.9 ટકાના દરે વધશે. G20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. વિશ્વને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. પરંતુ જ્યારે કોરોનાનો સમય ચાલ્યો જશે તો ભારતની જીડીપી એકવાર ફરી 7 ટકાના દરે વધશે.
શક્તિકાંત દાસે કહ્યું કે, આ સંકટ વચ્ચે પણ કૃષિ ક્ષેત્ર ટકાઉ છે, આપણી પાસે બફર સ્ટોક છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસું પણ સારૂ રહેવાનું અનુમાન છે, ફેબ્રુઆરીમાં ટ્રેક્ટરના વેચાણમાં સારો વધારો થયો હતો.
આરબીઆઈના ગવર્નરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, માર્ચ 2020માં નિકાસમાં મોટો ઘટાડો છયો છે, તેમ છતાં વિદેશી મુદ્રા ભંડાર 476 અબજ ડોલરનો છે જે 11 મહિનાના આયાત માટે ઘણો છે. વિશ્વમાં કાચા તેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી ફાયદો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે