Coronavirus: શું ફરી ખતરો બનશે કોરોના! ગુજરાત સહિત આ રાજ્યોએ સ્થિતિ કરી ખરાબ

Coronavirus Cases: ભારતમાં કોવિડ સંક્રમણની દૈનિક એવરેજ 1.30 ટકા અને સાપ્તાહિક દર 1.47 ટકા છે, પરંતુ ભારતમાં આજે 32 જિલ્લા એવા છે, જ્યાં વર્તમાન સમયમાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. આ છ રાજ્યોની સ્થિતિ કોરોનાએ ખરાબ કરી છે. 

Coronavirus: શું ફરી ખતરો બનશે કોરોના! ગુજરાત સહિત આ રાજ્યોએ સ્થિતિ કરી ખરાબ

અમદાવાદઃ Coronavirus: ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 1573 કેસ સામે આવ્યા છે. આ સમયે એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 10981 છે. છેલ્લા 24 કલાકમાં કોઈ મોત થયા નથી. પરંતુ કેરલે કોરોનાથી થયેલા ચાર મોતને કાલે નોંધ્યા છે. પરંતુ દેશના ઘણા જિલ્લામાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. ભારતમાં કોવિડ સંક્રમણનું દૈનિક એવરેજ 1.30 ટકા અને સાપ્તાહિક દર 1.47 ટકા છે. પરંતુ આજે ભારતમાં 32 જિલ્લા એવા છે, જ્યાં વર્તમાન સમયમાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. આ છ રાજ્યોનો હાલ કોરોનાએ ખરાબ કર્યો છે. 

3 માર્ચથી 23 માર્ચનો ફર્ક
- 3 માર્ચે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસની પોઝિટિવિટી 0.54 ટકા હતી, જે 23 માર્ચે વધીને 4.58 ટકા થઈ ગઈ છે. 

- દિલ્હીમાં કોરોના વાયરસનો સાપ્તાહિક એવરેજ રેટ 0.53 ટકાથી વધુ 4.53 ટકા, ગુજરાતમાં સાપ્તાહિક પોઝિટિવિટી 0.07 ટકાથી વધી 2.17% થઈ ગઈ છે. કેરલમાં 1.47 ટકાથી વધી 4.51 ટકા થઈ ગયો છે. કર્ણાટકમાં 1.65 ટકાથી વધી 2.17 ટકા થઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં પોઝિટિવિટી રેટ 1.92 ટકાથી વધી 7.48 ટકા થઈ ગયો છે. 

- ભારતમાં 10 અને 11 એપ્રિલે તમામ રાજ્યોમાં કોરોના વાયરસ માટે મોકડ્રીલ કરવામાં આવશે. આ સંદર્ભમાં સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વતી રાજ્યો સાથે બેઠક યોજાઈ હતી. અગાઉ 27 ડિસેમ્બર 2022ના રોજ દેશવ્યાપી મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં 22000 થી વધુ હોસ્પિટલોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે, મોક ડ્રીલ દરમિયાન, 94% ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જોવા મળ્યા હતા અને કુલ તૈયારીઓમાંથી, 82% ICU બેડ પણ તૈયાર મળી આવ્યા હતા.

સરકારે રાજ્યોને આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા વધારવા માટે કહ્યું છે અને તે પણ કહ્યું છે કે બધા પોઝિટિવ સેમ્પલનું જિનોમ સીક્વેન્સિંગ કરાવવામાં આવે. રેપિડ ટેસ્ટ પર વધુ વિશ્વાસ કરવામાં આવે નહીં. પરંતુ ડોક્ટરો પ્રમાણે કોરોના હવે બાકી વાયરલ ફ્લૂની જેમ આવતો રહેશે. પરંતુ દરેક વાયરલ તાવથી તતેના નવા વેરિએન્ટ xbb.1.6 ના ફેલાવાની ક્ષમતા વધુ છે. દરેક વાયરલ ફ્લૂની જેમ પેરાસિટામોલ, ગરમ પીણા, આરામ, માસ્ક, હાથની સફાઈ અને આઈસોલેશન જ તેની સારવાર છે. 

વર્તમાનમાં દુનિયાનાં નોંધાના દૈનિક કેસ પ્રમાણે જુઓ તો ભારત સાતમાં નંબરે આવે છે. છેલ્લા 24 કલાકના ડેટા પ્રમાણે પ્રથમ નંબર પર રશિયા 10940, પછી સાઉથ કોરિયા 9361, જાપાન 6324, ફ્રાન્સ 6211, ચિલી 2446, ઓસ્ટ્રેલિયા 1861 અને પછી ભારત 1085 નો નંબર છે. 

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા કેસ
સોમવારે રાજ્યમાં કોરોનાના 301 કેસ નોંધાયા..
જ્યારે 26 તારીખ રવિવારે 303 કેસ નોંધાયા હતા..
25 તારીખે રાજ્યમાં નવા 402 કેસ નોંધાયા હતા..
24 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 241 કેસ નોંધાયા હતા..
23 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા..
22 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા..
21 તારીકે કોરોના વાયરસના નવા 176 કેસ નોંધાયા..
અને 20 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news