મોટો ખુલાસો : જો કોરોના વાયરસનો સ્ટ્રેઈન બદલાશે તો વેક્સીન બનાવતી કંપનીઓની ચિંતા વધશે

મોટો ખુલાસો : જો કોરોના વાયરસનો સ્ટ્રેઈન બદલાશે તો વેક્સીન બનાવતી કંપનીઓની ચિંતા વધશે
  • કોરોના વાયરસ પણ જો મ્યુટેડ થાય અને તેનો સ્ટ્રેઈન બદલાય તો ભવિષ્યમાં સફળ થનારી વેક્સીન દર્દીઓ માટે કેટલી અસરકારક રહેશે? 
  • એમડી ફિઝીશિયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે, ફેબ્રુઆરી સુધીમાં વેક્સીન ઉપલબ્ધ થશે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે

અતુલ તિવારી/અમદાવાદ :એક તરફ વિદેશોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ભારત સહિત અન્ય દેશો કોરોનાને માત આપવા વેક્સીન (corona vaccine) માટે ટ્રાયલના જુદા જુદા સ્ટેજ પર કામગીરી ચાલી રહી છે. પરંતુ અન્ય વાયરસની જેમ જો કોરોના વાયરસ (corona virus) પણ મ્યુટેડ થાય અને તેનો સ્ટ્રેઈન બદલાય તો શું હાલના તબક્કામાં જે વેક્સીન પર ટ્રાયલ થઈ રહ્યા છે તે કેટલી કારગર સાબિત થશે ખરી? જેને લઈને સોશિયલ મીડિયા સહિત તજજ્ઞોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો શું આવી પરિસ્થિતિમાં બચાવનો એકમાત્ર વિકલ્પ માસ્ક અને ઈમ્યુનિટી બુસ્ટ કરવી જ રહી.. ? તજજ્ઞો મુજબ વિટામીન D કારગર સાબિત થઇ રહ્યાનો કરાઈ રહ્યો છે દાવો..

આ પણ વાંચો : આજથી 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણીના હવાલે

સ્વાઈન ફ્લુની જો વાત કરીએ તો મ્યુટેશનને કારણે લગભગ દર વર્ષે જુદી જુદી વેક્સીન બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. ત્યારે કોરોના વાયરસ પણ જો મ્યુટેડ થાય અને તેનો સ્ટ્રેઈન બદલાય તો ભવિષ્યમાં સફળ થનારી વેક્સીન દર્દીઓ માટે કેટલી અસરકારક રહેશે? શું મ્યુટેશન અને સ્ટ્રેઈન બદલાતા વેક્સીનનો પ્રભાવ ઘટી જશે? આ સવારોનો જવાબ વિશે એમડી ફિઝીશિયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે, ફેબ્રુઆરી સુધીમાં વેક્સીન ઉપલબ્ધ થશે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. પરંતુ જો વાયરસનો સ્ટ્રેઈન બદલાશે તો વેક્સીન બનાવી રહેલી કંપનીઓ માટે ચિંતા વધશે.

આ પણ વાંચો : જોઈ ન શકાય તેવી ક્રુરતા ગાંધીના ગુજરાતમાં જોવા મળી, કચ્છમાં ગાયના મોઢા પર લોખંડના વાયર બાંધ્યા 

જો કોરોના વાયરસનો સ્ટ્રેઈન બદલાય તો બચાવના વિકલ્પ વિશે તેઓએ જણાવ્યું કે, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી અમે દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છીએ તે જોતા તેમજ કેટલાક રિસર્ચના માધ્યમથી જે પરિણામો જોવા મળી રહ્યા છે તે મુજબ લોકડાઉન દરમિયાન જે લોકો સતત ઘરોમાં રહ્યા તેમનામાં વિટામિન D ખૂબ ઓછું જોવા મળ્યું હતું. જેમનામાં વિટામીન D ઓછું હતું તેમનામાં કોરોનાનું સંક્રમણ પણ વધુ જોવા મળ્યું છે. એક આંકડા મુજબ ગામડામાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ કરતા લોકોમાં કોરોનાનું સંક્રમણ પણ ઓછું જોવામાં મળ્યું છે. કોરોનાથી બચાવ અને સારવાર માટે વિટામિન D3 કારગર સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેનામાં D3નું પ્રમાણ ઓછું હતું એમનામાં કોરોનાનું પ્રમાણ વધુ જોવા મળ્યું. શાકભાજી, વિટામિન D અને C, ઝીંક તેમજ રોજના 15 થી 20 મિનિટ સુધી સૂર્યના કિરણો લેવા હાલની સ્થિતિમાં સૌ માટે હિતાવહ હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.

આ પણ વાંચો : મહિનો બદલાતા જ સોના-ચાંદીના ભાવમાં તેજી આવી, સતત ત્રીજા દિવસે વધ્યા ભાવ 

તો કોરોનાની વેક્સીન હજુ મળી નથી ત્યારે એકવાત સ્પષ્ટ છે કે માસ્ક પહેરવું અને ઈમ્યુનિટી બુસ્ટ  કરવી જ એકમાત્ર કોરોનાથી બચાવનો માર્ગ છે. વિટામીન D પણ કોરોના સામેની લડાઈમાં કારગર સાબિત થઈ રહ્યો હોય તેવું તજજ્ઞોનું માનવું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news