ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો, જાણો નવા રેટ
ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે RTPCR ટેસ્ટના લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે અને જો ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા થશે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટિંગ અંગે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે RTPCR ટેસ્ટના ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે અને જો ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા થશે. આ નિર્ણયનો અમલ આજથી થશે. આ અગાઉ રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા જેટલો થતો હતો.
ડે.સીએમ નીતિન પટેલના જણાવ્યાં મુજબ RTPCR ટેસ્ટ કરાવવામાં આવે છે એ ટેસ્ટમાં કિંમત ઘટવાના કારણે દર્દીઓને લાભ થશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ વિશે કહ્યું કે બધાને સહયોગથી આપણે કેસ પર કાબૂ લાવી શકીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે 6 દિવસમાં કોરોનાના દર્દીઓને સારવારને લગતી પૂરી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરવામાં આવી છે. આજે અમદાવાદને 400 નવા બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વધુ વેન્ટિલેટરની પણ જરૂર પડે છે જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
નીતિન પટેલે કહ્યું કે શાહીબાગમાં નવી કિડની હોસ્પિટલમાં કોવિડ પથારી શરૂ કરવામાં આવી છે. મે મુલાકાત કરી અને નિર્ણય લઈ ઝડપથી કામગીરી કરવાની સૂચના આપી છે. 6 દિવસમાં બધુ જ તૈયાર કરી નાખ્યું છે. વેન્ટિલેટર પીએમ કેરમાંથી મોટા પ્રમાણમાં ભેટમાં આપવામાં આવ્યા. 150 મલ્ટી મોનીટર લગાવવામાં આવ્યા છે. 336 પથારી ઓક્સિજન પાઈપ સાથે જોડાયેલી છે. 82 આઈસીયુ ઉભા કરાયા. 400થી વધુ પથારી તૈયાર થઈ ચૂકી છે. ફાયરની પણ એનઓસી મળી છે. બીયુ પરમિશન પણ મળી છે.
ડે.સીએમના જણાવ્યાં મુજબ 418 કોરોના દર્દીઓ સારવાર લઈ શકે છે. 20 હજાર લીટર ઓક્સિજન છે. 26 સ્પેશિયલ ડોક્ટર છે. 60 ડોક્ટર, 126 નર્સિંગ સ્ટાફ છે. આ તમામની આજથી નિમણૂંક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે 80 વેન્ટિલેટર છે તેમાંથી 56 અહીં રાખવામાં આવ્યા છે જ્યારે બીજા અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે