રાજકોટમા ઉઘાડી લૂંટ, સેમ્પલ વગર કોરોના રિપોર્ટ નેગેટિવ આપવાનું કૌભાંડ પકડાયું

રાજકોટમા ઉઘાડી લૂંટ, સેમ્પલ વગર કોરોના રિપોર્ટ નેગેટિવ આપવાનું કૌભાંડ પકડાયું
  • પરાગ જોશી કોરોનાના કપરા સમયમાં સેમ્પલ લીધા વગર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ કાઢી આપતો હતો
  • પરાગ જોશીના સમગ્ર કૌભાંડનો સ્ટીંગ ઓપરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો

ઉદય રંજન/રાજકોટ :કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના ફરી ઉથલો મારી રહ્યો છે. જેમાં ગુજરાતના અનેક શહેરોમાં કેસ બેકાબૂ બન્યા છે. કોરોનાના આવા કહેર વચ્ચે રાજકોટમાં નેગેટિવ રિપોર્ટ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીગ્રામ વિસ્તારમાં મહાદેવ કલેક્શન સેન્ટર ચલાવતા પરાગ જોશી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેઓ 1500 રૂપિયા લઈ નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા હતા. આરોગ્ય સાથે ચાલતી ઉઘાડી લૂંટનો આખરે પર્દાફાશ થયો છે. આ મામલે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે. 

આ પણ વાંચો : વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ 

રૂપિયામા બદલામાં ગણતરીના કલાકોમાં રિપોર્ટ કાઢી આપે છે આ દલાલ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને મહાદેવ હોમ કલેક્શન સેન્ટર ચલાવતો પરાગ જોશીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પરાગ જોશી કોરોનાના કપરા સમયમાં સેમ્પલ લીધા વગર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ કાઢી આપતો હતો. તે અન્ય દેશમાં જવા માંગતા લોકોને મુખ્ય ટાર્ગેટ બનાવતો હતો. ત્યારે પરાગ જોશીના સમગ્ર કૌભાંડનો સ્ટીંગ ઓપરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ સ્ટીંગ ઓપરેશનમાં પરાગ જોશી 1500 રૂપિયાના બદલામાં ગણતરીના કલાકોમાં રિપોર્ટ કાઢી આપવાની ખાતરી આપતા દેખાય છે. તેમજ તેણે આ રીતે અનેક કાંડ કર્યા હોવાના પણ વીડિયોમાં ખુલાસા કર્યા છે. ત્યારે તંત્રની સામે આ વીડિયો આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. 

આ પણ વાંચો : ઝીરો બજેટમાં તરબૂચની ખેતી કરીને વડોદરાના 2 ખેડૂતોએ 3 મહિનામાં લાખો કમાવ્યા

પોલીસ ફરિયાદ દાખલ થઈ
રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા પરાગ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી મનીસ ચુનારાએ આ પોલીસ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડો.ચુનારાએ દલાલ પરાગ જોષીનો મોબાઇલ નંબર તેમજ તેણે કાઢી આપેલો ભટ્ટ લેબોરેટરીનો રિપોર્ટ પણ કબજે કર્યો હતો. 

પરાગ જોશી કેવી રીતે કરતો હતો કૌભાંડ
પરાગ જોશી રિપોર્ટ આપવાના મામલે દલાલનું કામ કરે છે. તેણે સેમ્પલ લીધા વગર જ અનેક લોકોના કોરોના નેગેટિવ રિપોર્ટ આપી દીધા હતા. આ માટે તે રૂપિયા પડાવતો હતો. શહેરમાં આવેલી ભટ્ટ લેબોરેટરીના સહી સિક્કાવાળો કોરોના રિપોર્ટ દલાલ પરાગ જોષીએ આપ્યો હતો. ત્યારે આ સ્ટીંગ ઓપરેશનમાં હજી વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. પરાગ જોશીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતીઓ પણ સામે આવી શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news