દાહોદમાં નોંધાયો કોરોનાનો પહેલો પોઝિટિવ નવ વર્ષની બાળકી, વિગતો જાણીને આવી જશે આશ્ચર્યનો એટેક
આ મામલામાં સરહદ ઉપર સ્ક્રિનિંગ દરમિયાન તમામ વ્યક્તિઓ નોર્મલ જણાયા હતા. વધુમાં આ બાળકી હાલમાં પણ તદ્દન નોર્મલ છે.
Trending Photos
હરિન ચાલીહા, દાહોદ : દાહોદમાં કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. દાહોદમાં આવેલા કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેસની મહત્તમ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય ખાતા પાસે ઉપલબ્ધ છે. આ કેસની વિગતો જોઈએ તો કોરોનાગ્રસ્ત 9 વર્ષની બાળકી નજીકના સંબંધીની દફનવિધિ માટે ગઇ કાલે ૩.૩૦ વાગ્યા આસપાસ પરિવાર સાથે ઇન્દોરથી દાહોદ આવી હતી.
આરોગ્યખાતાના પ્રોટોકોલ મુજબ બહારના રાજ્યથી આવેલી તમામ વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દફનવિધિ બાદ તમામને પ્રારંભિક સ્ક્રિનિંગ માટે લઇ જવામાં આવ્યા હતા. તેમને કોરોન્ટાઇન કર્યા પછી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ દાહોદમાં કોઇ પણ સ્થળે ગયા નથી. તેના પરિવારના સભ્યો પાસેથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવામાં આવી રહી છે. આ કેસ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર સ્ક્રિનિંગ કરવાના પરિણામે ધ્યાનમાં આવ્યો છે અને આ પ્રવાસીઓ દાહોદમાં અન્ય સ્થળે જઇ શક્યા નથી.
આ મામલામાં સરહદ ઉપર સ્ક્રિનિંગ દરમિયાન તમામ વ્યક્તિઓ નોર્મલ જણાયા હતા. જોકે ઇન્દોર કોરોનાનું હોટસ્પોસ્ટ હોવાથી સ્થાનિક આરોગ્ય ખાતાએ ચોક્કસાઇ દાખવી તમામના કોરોનાના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં આ બાળકી હાલમાં પણ તદ્દન નોર્મલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે