કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'

કોરોના વાયરસ અમીર-ગરીબ કે પછી કોઈ ધર્મ વિશેષના લોકોમાં ભેદભાવ કરતો નથી. આ વાયરસ કોઈ જાતિ કે દેશના લોકોને પણ સંક્રમણમાં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપતો નથી. આ મહામારીના કારણે દુનિયાભરના અમીરોને મોટા પાયે નુકસાન થયું છે. પરંતુ ચીનના બિલિયોનર્સને તો આ કારોના સંકટથી ખુબ મોટો ફાયદો થયો છે. 

કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'

નવી દિલ્હી: કોરોના વાયરસ અમીર-ગરીબ કે પછી કોઈ ધર્મ વિશેષના લોકોમાં ભેદભાવ કરતો નથી. આ વાયરસ કોઈ જાતિ કે દેશના લોકોને પણ સંક્રમણમાં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપતો નથી. આ મહામારીના કારણે દુનિયાભરના અમીરોને મોટા પાયે નુકસાન થયું છે. પરંતુ ચીનના બિલિયોનર્સને તો આ કારોના સંકટથી ખુબ મોટો ફાયદો થયો છે. 

ચીનની સંસ્થા Hurun (હૂરન) રિપોર્ટના એક રિસર્ચ મુજબ દુનિયાના 100 ટોપ બિલિયોનર્સમાં ફક્ત 9 ટકા લોકોની સંપત્તિ વધી છે અને આ બધા અબજોપતિ ચીનના છે. જ્યારે અન્ય દેશોના 86 ટકા બિલિયોનર્સની સંપત્તિ પહેલા કરતા ઘટી છે અને 5 ટકા લોકોની સંપત્તિમાં કોઈ ફેરફાર થયો નથી. દુનિયાના 100 ટોપ બિલિયોનર્સની યાદીમાં ચીનના 6 નવા લોકો સામેલ થયા છે. જ્યારે ભારતના 3 અને અમેરિકાના 2 લોકો આ યાદીમાંથી બહાર થયા છે. 

DNA ANALYSIS: कोरोना संकट से चीन को मिल गया 'कुबेर का खजाना'

આ રિપોર્ટ મુજબ દુનિયામાં છેલ્લા અઢી વર્ષમાં અબજોપતિઓ જેટલી સંપત્તિ ભેગી કરી તેનો મોટો ભાગ છેલ્લા બે મહિનામાં જ ખતમ થઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં દુનિયાના ટોપના 100 અબજપતિઓની કુલ સંપત્તિ લગભગ 30 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે અને ટોપ 10 બિલિયોનર્સની સંપત્તિમાં 9 લાખ 40 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 

આ મહામારી અગાઉ દુનિયામાં 2816 અબજપતિઓ હતાં અને આ આંકડો 20 ટકા ઘટી ગયો છે. એટલે કે બિલિયોનર્સમાં સામેલ દરેક 5માંથી એક વ્યક્તિ હવે અબજપતિ નથી પરંતુ આ વાયરસથી બધાને નુકસાન જ થયું એવું નથી. કેટલાક લોકો એવા પણ છે કે જેમની સંપત્તિ સતત વધી રહી છે. 

Zoom કંપનીના સંસ્થાપક Eric Yuan (એરિક યુઆન)ની કુલ સંપત્તિ 26000 કરોડ રૂપિયા વધી ગઈ છે. હવે તેમની કુલ સંપત્તિ 60 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઝૂમ એક વર્ચ્યુઅલ મીટિંગ કરાવતી એપ છે. કોરોના સંકટ સમયે વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરાવતી કંપનીઓ આ એપનો મોટાપાયે ઉપયોગ કરી રહી છે. 

જુઓ LIVE TV

એ જ રીતે વેન્ટિલેટર બનાવતી એક કંપની Mindray ના સંસ્થાપક Alex Xu (એલેક્સ યૂ)ની સંપત્તિ પણ 26 ટકા વધી ગઈ અને એક લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફક્ત બે જ મહિનામાં તેમની સંપત્તિ આટલી વધી ગઈ છે. Mindray કંપની કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગી વેન્ટિલેટર બનાવે છે. 

સૌથી વધુ નફો ચીનના ઉદ્યોગપતિ Liu Yonghao (લિયૂ યોંગહાઓ)ને થયો છે. તેમની કંપની Pork એટલે કે સુવરનું માંસ નિકાસ કરે છે. તેમની સંપત્તિ છેલ્લા 2 જ મહિનામાં 20 ટકા વધીને એક લાખ 13 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ચીનમાં Porkની ડિમાન્ડ વધવાના કારણે તેમની સંપત્તિ આ મહામારી શરૂ થઈ તે પહેલા જ વધી ગઈ હતી. ચીનમાં Porkના બિઝનેસમાં સામેલ એક અન્ય ઉદ્યોગપતિ Qin Yinglin (ક્વિન યિંગલિન)ની સંપત્તિ પણ 16 ટકા વધી.

આ મહામારીની શરૂઆત બાદ સૌથી વધુ નુકસાન Bernard Arnault (બર્નાર્ડ અરનોલ્ટ)ને થયું છે જેમની કંપની  LVMH લક્ઝરી સામાન બનાવે છે. તેમી સંપત્તિ 2 લાખ 25 હજાર કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે. એટલે કે દર કલાકે તેમને 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. Amazonના સંસ્થાપક Jeff Bezos (જેફ બેજોસ)ને 68 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પરંતુ તેઓ 9 લાખ 80 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે હજુ પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. 

ભારતમાં પણ આ આર્થિક નુકસાનની અસર જોવા મળી છે. છેલ્લા બે મહિનામાં ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 1 લાખ 33 હજાર કરોડ રૂપિયાની ઘટ આવી છે. સંપ્તિમાં 28 ટકા ઘટાડા બાદ હવે મુકેશ અંબાણી દુનિયાના 17માં સૌથી અમીર વ્યક્તિ છે. પહેલા તેઓ 9માં નંબરે હતાં. 

ભારતના વધુ  એક બિલિયોનર રિતેશ અગ્રવાલની કંપની Oyoના બજાર મુલ્યમાં 30 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. હવે આ કંપની 45 હજાર કરોડ રૂપિયાની બનીને રહી ગઈ છે. 26 વર્ષના રિતેશ અગ્રવાલ Oyoના સંસ્થાપક અને સીઈઓ છે. તથા આ વર્ષે તેમને દુનિયાના બીજા સૌથી યુવા બિલિયોનર જાહેર કરાયા હતાં. બધુ મળીને ચીનની અર્થવ્યવસ્થાને આ વર્ષે બે મહિનામાં મોટો ફટકો પડવા છતાં ત્યાંના બિલિયોનરોની સંપત્તિ વધી છે એટલે કે દુનિયાને તો કોરોના વાયરસથી મોટું નુકસાન થયું છે અને આ જ વાયરસથી ચીનને ફાયદો થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news