CORONA: ગુજરાતમાં સાડા ચાર લાખ વડીલોએ સમ ખાવા પુરતી પણ રસી નથી લીધી

ગુજરાત સરકાર હાલ રસીકરણ પર ખુબ જ જોર આપી રહી છે. કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 10 કરોડને પાર થઇ ચુક્યો છે. જેમાં 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે. જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 17.47 લાખને પ્રીકોશન ડોઝ પણ અપાઇ ચૂક્યા છે. જોકે, રાજ્યમાં 4.51 લાખ સિનિયર સિટીઝન એવા છે જેમણે વેક્સિનનો એક પણ ડોઝ જ લીધો નથી. આ ઉપરાંત 1.52 લાખ સિનીયર સિટીઝનો દ્વારા વેક્સિનનો માત્ર એક ડોઝ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
CORONA: ગુજરાતમાં સાડા ચાર લાખ વડીલોએ સમ ખાવા પુરતી પણ રસી નથી લીધી

અમદાવાદ : ગુજરાત સરકાર હાલ રસીકરણ પર ખુબ જ જોર આપી રહી છે. કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 10 કરોડને પાર થઇ ચુક્યો છે. જેમાં 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે. જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 17.47 લાખને પ્રીકોશન ડોઝ પણ અપાઇ ચૂક્યા છે. જોકે, રાજ્યમાં 4.51 લાખ સિનિયર સિટીઝન એવા છે જેમણે વેક્સિનનો એક પણ ડોઝ જ લીધો નથી. આ ઉપરાંત 1.52 લાખ સિનીયર સિટીઝનો દ્વારા વેક્સિનનો માત્ર એક ડોઝ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 1.20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. ગુજરાત પર નજર કરીએ તો સિનિયર સિટીઝનો પૈકી 4,51,797 દ્વારા સમખાવા પુરતો ડોઝ પણ લેવાયો નથી. જ્યારે 1,52,415 નાગરિકોએ એક જ ડોઝ લીધો છે. સમગ્ર દેશમાંથી તામિલનાડુમાંથી સૌથી વધુ 26.26 લાખ, પશ્ચિમ બંગાળમાંથી 15.06 લાખ, મહારાષ્ટ્રમાંથી 13.02 લાખ, ઉત્તર પ્રદેશમાંથી 12.01 લાખ સિનીયર સિટીઝન્સ દ્વારા કોવિડ વેક્સિનનો એકપણ ડોઝ લેવાયો નથી. ગુજરાતમાંથી સિનીયર સિટીઝનોને કુલ 1.43 કરોડ વેક્સિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય વયજૂથના લોકો પર નજર કરીએ તો 15થી 17ની વયમાં 40.94 લાખ, 18થી 44ની વયમાં 5.90 કરોડ, 45થી 60ની વયમાં 2.31 કરોડ દ્વારા વેક્સિન લેવામાં આવી છે. વેક્સિન લેનારામાં 5.39 પુરુષ અને 4.49 કરોડ મહિલાઓ છે. ગુજરાતમાં કોવિશિલ્ડ લેનારા 8.12 કરોડ અને કોવેક્સિન લેનારા 1.43 કરોડ છે. 8 ફેબુ્રઆરીની સ્થિતિએ ગુજરાતમાં 18થી ઓછી વયજૂથમાં 28.38 લાખ દ્વારા પ્રથમ ડોઝ અને 9.39 લાખ દ્વારા બંને ડોઝ લેવાઇ ચૂક્યા છે.

જિલ્લા પ્રમાણે નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે 29 લાખ, સુરતમાંથી 25.25 લાખ, વડોદરામાંથી 24.77 લાખ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવાઇ ચુક્યાં છે. તબીબોના મતે, 'કોરોનાની ત્રીજી લહેરમાં સ્થિતિ નિયંત્રણમાં રહી તેનું એકમાત્ર કારણ રસીકરણ છે. જેમણે રસી નથી લીધી તેમણે ઝડપી લઇ લેવી જોઇએ. આ ઉપરાંત સીનીયર સિટીઝને તો ઝડપથી રસી લેવી જોઇએ. કારણ કે કો મોર્બિડીટીના કારણે સૌથી વધારે જોખમ તેમના પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news