નિયમોનું પાલન કરજો, રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ, 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 હજાર 966 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે આવ્યા બાદ આ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 
 

નિયમોનું પાલન કરજો, રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ, 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 હજાર 966 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે આવ્યા બાદ આ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મંગળવારે પણ 17 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પરંતુ આજે તેનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 9 લાખ 77 હજાર 78 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10186 લોકોના મૃત્યુ થયા છે. 

અમદાવાદની સ્થિતિ ચિંતાજનક
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 33 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં જ 8391 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 3318, વડોદરા શહેરમાં 1998, રાજકોટ શહેરમાં 1259, સુરત ગ્રામ્યમાં 656, ભાવનગર શહેરમાં 526, ગાંધીનગર શહેરમાં 446, વલસાડમાં 387, નવસારીમાં 278, મોરબીમાં 265 કેસ સામે આવ્યા છે. 

No description available.

રાજ્યમાં 12 લોકોના મૃત્યુ
ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે અને મૃત્યુ આંક વધી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 6 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરતમાં 1, વલસાડમાં 2, ભરૂચમાં 1, સાબરકાંઠામાં બે લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9828 લોકો સાજા થયા છે. 

રાજ્યમાં એક્ટિવ કેસ 90 હજારને પાર
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 90726 થઈ ગઈ છે. જેમાં 125 દર્દી વેન્ટીલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 876166 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10186 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 89.67 ટકા થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news