રાજકોટમાં કોરોનાથી મૃત્યુ જાહેર કરવામાં મોટો ગફલો, સ્મશાનગૃહો ખોલી રહ્યાં છે પોલ
રાત્રિના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોનાથી સતત વધતો મૃત્યુ આંક ચિંતા જનક બની રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે સવારના 4 વાગ્યા થી 10 વાગ્યા સુધી 6 દર્દીના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદથી નિષ્ણાત તબીબોની ટીમ છેલ્લા 5 રાજકોટમાં છે, છતાં કોરોનાના કેસ અને મૃત્યુ આંક પર કોઈ કાબૂ આવ્યો નથી. એટલુ જ નહિ, ગઇકાલે મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ ટુર મારફત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ ટુર દરમિયાન નિરીક્ષણમાં સબ સલામતના દાવા કર્યા હતા, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે.
એક તરફ જ્યાં કોરોનાથી મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યાં બીજી તરફ સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબુલચક વેઈટિંગ લિસ્ટ પણ જોવા મળી રહ્યું છે. રાત્રિના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો છેલ્લા 5 દિવસમાં 100 થી વધુ દર્દીના મૃત્યુ થયા છે. તેમ છતાં સરકાર કંઈ ખુલાસો કરવા નનૈયો ભણી રહી છે.
ગુજરાતની રાજનીતિના 2 મોટા ન્યૂઝ : નહિ થાય મંત્રીમંડળનુ વિસ્તરણ, 29 સપ્ટેમ્બર પહેલા પેટાચૂંટણી
રાજકોટ બે ખાનગી કોવિડ હોસ્પિટલ સામે આજે કડક પગલાં લેવાયા છે. ટીપરવાન અને જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખવા બદલ બંને હોસ્પિટલોને દંડ ફટકરાયો હતો. ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલને 10-10 હજારનો દંડ ફટાકારાયો છે. RMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સફાઈની ચકાસણી કરાઈ હતી. જેમાં હોસ્પિટલોની ગંભીર બેદરકારી સામે આવી હતી.
સમગ્ર રાજકોટમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. માત્ર કોરોનાના કેસ જ નહિ, પણ કોરોનાથી મૃત્યુ પણ કાબૂ બહાર જઈ રહ્યાં છે. જે ચિંતાનો વિષય છે. તજજ્ઞોના કહેવા અનુસાર, હાલ રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો બીજી તરફ, ધોરાજીમાં પણ કોરોનાનો વિસ્ફોટ યથાવત છે. ધોરાજીમાં આજરોજ કોરોનાના 32 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 26 શહેર અને 6 ગ્રામ્યમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના ધોરાજીમાં કુલ 520 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે