Taiwan એ તોડી પાડ્યું ચીનનું સુખોઈ-35 ફાઈટર જેટ? VIDEO થયો વાયરલ

ચીન (China)  સાથે તણાવ વચ્ચે તાઈવાન (Taiwan)ના એક ચીની ફાઈટર જેટ (Fighter Jet) ને તોડી પાડ્યું હોવાના રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે. જો કે ચીન અને તાઈવાનમાંથી કોઈ પણ હજુ આ અહેવાલને સત્તાવાર સમર્થન આપ્યું નથી. 

Taiwan એ તોડી પાડ્યું ચીનનું સુખોઈ-35 ફાઈટર જેટ? VIDEO થયો વાયરલ

તાઈપે: ચીન (China)  સાથે તણાવ વચ્ચે તાઈવાન (Taiwan)ના એક ચીની ફાઈટર જેટ (Fighter Jet) ને તોડી પાડ્યું હોવાના રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે. જો કે ચીન અને તાઈવાનમાંથી કોઈ પણ હજુ આ અહેવાલને સત્તાવાર સમર્થન આપ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે તાઈવાને પોતાના એર સ્પેસમાં ઘૂસી આવેલા ચીનના સુખોઈ-35 (Sukhoi-35)  વિમાનને તોડી પાડ્યું છે. કહેવાય છે કે આ હુમલામાં તાઈવાને અમેરિકી પેટ્રિયોટ મિસાાઈલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. 

રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે કે તાઈવાને ચીની વિમાનને અનેકવાર ચેતવણી આપી પરંતુ આમ છતાં વિમાન તાઈવાનના એરસ્પેસમાં જ રહ્યું. ત્યારબાદ તાઈવાને તેને તોડી પાડ્યું. કહેવાય છે કે આ ઘટનામાં પાયલટ ઘાયલ થયો છે. જો આ ઘટના સત્ય સાબિત થાય તો બંને દેશો વચ્ચે જંગની સ્થિતિ પેદા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ચીન છેલ્લા કેટલાક દિવસથી તાઈવાનના એરસ્પેસમાં પોતાના ફાઈટર વિમાનો મોકલી રહ્યું છે. તાઈવાને ચીનની કોઈ પણ નાપાક હરકતનો જોરદાર જવાબ આપવા માટે પોતાની સૈન્ય ક્ષમતા મજબુત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. 

ચીનના કોઈ પણ પ્રકારના આક્રમક વલણને પહોંચી વળવા માટે તાઈવાનની નેવી અને એરફોર્સ અલર્ટ મોડ પર છે. રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેને તાઈવાનની સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે રિઝર્વ સૈન્ય દળોને વધુ મજબૂત કરવા માટે અનેક નવી જાહેરાતો કરી છે. જે મુજબ રિઝર્વ ફોર્સને તાઈવાની સેના માટે મજબૂત બેકઅપ તરીકે વિક્સિત કરવામાં આવશે. 

Taiwan ADS shot down China's fighter jets.

Pilot seriously injured after his plane crashes following an air incursion on Taiwanese airspace. pic.twitter.com/f8cAbseNvW

— Tendulkar Nil (@TendulkarNil) September 4, 2020

સેના સમકક્ષ રિઝર્વ ફોર્સ બનાવવાની તૈયારી
જે હેઠળ એક રિઝર્વ ફોર્સ બનાવવામાં આવશે જે નિયમિત સશસ્ત્ર દળોની જેમ જ શક્તિશાળી હશે. તેમને એ તમામ હથિયારો અને સૈન્ય સાધન સામગ્રી આપવામાં આવણશે જેનો ઉપયોગ તાઈવાની સેવા કરતી હોય છે. આ ઉપરાંત વિભિન્ન ફોર્સ વચ્ચે રણનીતિક સમજ અને વિભિન્ન સરકારી વિભાગો તથા એજન્સીઓ વચ્ચે ઘનિષ્ઠ સહયોગ પણ વિક્સિત કરવામાં આવશે. 

ચીને ગતિવિધિ વધારી
તાઈવાની રાષ્ટ્રપતિની આ જાહેરાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ચીને આજે જ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો છે અને તાઈવાનને પણ એક દેશ બે તંત્ર હેઠળ ભેળવવાની ધમકી આપી છે. આ ઉપરાંત ચીન હંમેશાથી તાઈવાનને પોતાના દેશમાં સૈન્ય તાકાત સાથે મિલાવવાની ધમકી આપતું રહ્યું છે. તાજેતરમાં અનેકવાર ચીની એરક્રાફ્ટે તાઈવાનના એરસ્પેસનો ભંગ  પણ કર્યો છે. તાઈવાન પર ચીને અમેરિકાને ધમકાવ્યું પણ હતું અને કહ્યું કે આગ સાથે ન રમો, તમે પોતે જ બળી જશો. 

— Cheng Kaifu (@Taihoku1895) September 4, 2020

અમેરિકાએ તાઈવાનને આપી છે પેટ્રિયોટ મિસાઈલ
તાઈવાનને અમેરિકાએ પેટ્રિયોટ એડવાન્સ કેપિબ્લિટી-3 મિસાઈલોનું વેચાણ કરતા ચીનના સરકારી મીડિયાને ખુબ મરચા લાગ્યા છે. 620 મિલિયન ડોલરના અંદાજિત ખર્ચવાળી ડીલને અમેરિકાની મંજૂરી મળ્યા બાદ સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે સીધી રીતે તાઈવાન અને યુએસને આગ સાથે રમત ન કરવાની ચેતવણી આપી. હાલના દિવસોમાં સાઉથ ચાઈના સીમાં અમેરિકાના બે એરક્રાફ્ટ કેરિયરોના યુદ્ધાભ્યાસથી પણ ચીન ચિડાયેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news