'ગુજરાતની જનતા ઉપર કોની પનોતી બેઠી છે તે ખબર નથી પડતી', કોંગી નેતાના આ નિવેદનથી ખળભળાટ

અમીરગઢમાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ વિપક્ષ નેતા અમિત ચાવડાના એક નિવેદને ચારેબાજુ વિવાદના વંટોળ ઉભા કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં 156 સીટો સાથે બહુમતી આવી અને સરકાર બની છતાંય ગુજરાતની જનતા ઉપર કોની પનોતી બેઠી છે તે ખબર નથી પડતી.

'ગુજરાતની જનતા ઉપર કોની પનોતી બેઠી છે તે ખબર નથી પડતી', કોંગી નેતાના આ નિવેદનથી ખળભળાટ

ઝી બ્યુરો/બનાસકાંઠા: અમીરગઢમાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ વિપક્ષ નેતા અમિત ચાવડાના એક નિવેદને ચારેબાજુ વિવાદના વંટોળ ઉભા કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં 156 સીટો સાથે બહુમતી આવી અને સરકાર બની છતાંય ગુજરાતની જનતા ઉપર કોની પનોતી બેઠી છે તે ખબર નથી પડતી. તેમણે વધુમાં જણાવ્યું કે જળ, જંગલ અને અધિકાર માટે લડતાં આદિવાસી લોકો કે જેમની જંગલના અધિકાર માટે લડતા લોકો અને ખેડુતોએ સંકલ્પ લીધો છે કે આવતા એક મહિનામાં જંગલના અધિકારોના દાવાઓનો નિકાલ નહિ થાય તો હજારોની સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓ ગાંધીનગર તરફ કુછ કરીશું.

અમિત ચાવડાએ શિરપકાંડમાં ભાજપને આડે હાથ લીધી
સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ વિપક્ષ નેતા અમિત ચાવડાએ શિરપકાંડ વિશે વાત કરી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું કે ગુજરાતમાં જે રીતે શિરપ કાંડ થયો છે તે એક પ્રકારે લઠ્ઠાકાંડ જ છે અને તેમાં અનેક લોકોના જીવ ગયા છે. આખું આ ખોટા કામોનું ગુજરાતમાં નેટવર્ક ચાલે છે તે ભાજપના મળતીયાઓ દ્વારા ચલાવી રહ્યા છે. હપ્તાખોરીના કારણે ભાજપની ડબલ એન્જીનની સરકારમાં આ કાળા કામો થઈ રહ્યા છે અને તેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. 

કાળા કામોના હપ્તા નાના પોલીસ મથકથી CM ઓફિસ સુધી પહોંચે છે
રાજયમાં ત્રણ દાયકાથી ભાજપની સરકાર છે, ભાજપની પોલીસ અને તંત્ર છે અને જે શિરપ વેચવાનારા પકડાયા છે તે પણ ભાજપના જ છે. એટલે ભાજપના લોકો જ શિરપ, દારૂ અને ડ્રગ્સ વેચશે અને ખોટા તમામ કામો ભાજપના મળતીયાઓ કરે છે અને તેને રક્ષણ ભાજપ જ આપે છે. તમામ અનૈતિક પ્રવૃતિઓના કારણે ગુજરાત બરબાદ થાય છે. તેના કાળા કામોના હપ્તા નાના પોલીસ મથકથી લઈને મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચે છે.

નર્મદા ડેમના દરવાજો ખોલી નર્મદાને બરબાદ કર્યું
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના જન્મદિવસના ઉત્સાહમાં નર્મદા ડેમના દરવાજા ન ખોલ્યા અને પછી અચાનક ખોલીને આખા નર્મદાના કાંઠાના વિસ્તારને બરબાદ કરી દીધો. દાંતીવાડા ડેમમાંથી લોકોને જરૂરિયાત હોય ત્યારે પાણી ન આપે અને અત્યારે કરોડો લીટર પાણીનો વેડફાટ કરી રહ્યા છે. ગુજરાતમાં આટલા બધા નિષ્ણાંત હોવા છતાં પણ આ સરકાર દાંતીવાડા ડેમનો દરવાજો રીપેર કેમ નથી કરી શકતી અને પાણીનો વેડફાટ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news